Walking Mango Tree, નિલેશ જોશી/વલસાડ: જિલ્લો દુનિયાભરમાં કેરી માટે જાણીતો છે અને સાથે પારસી સમુદાય પ્રથમ વખત સંજાણ બંદરે આવ્યા હતા. જોકે સંજાણમાં આવેલ એક આંબો અનેક અજાયબીઓ ધરાવે છે. સામાન્ય રીતે આંબા સહિતના તમામ ઝાડ જમીનથી આકાશ તરફ વધે છે. પરંતુ સંજાણનો આંબો જમીનને સમાંતર વધી રહ્યો છે. જેથી આ આંબાને ચાલતો આંબો તરીકે સમગ્ર વિસ્તારમાં ઓળખાય છે અને રાજ્ય સરકારે પણ હેરિટેજ વૃક્ષોની યાદીમાં સમાવેશ કર્યો છે. 1300 વર્ષથી પણ વધુ જૂનો આંબો અનેક વિશેષતાઓ ધરાવે છે.
ગેરકાયદે અડ્ડો જમાવીને બેઠેલો લલ્લુ બિહારી ડરથી ભાગ્યો,આલિશાન રિસોર્ટ પર ફર્યો હથોડો
રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાને વાડીઓનો પ્રદેશ માનવામાંઆવે છે, સાથે વલસાડ જિલ્લાના સંજાણ દરિયા કિનારે પારસી સમુદાય પ્રથમ વખત સંજાણ બંદરે આવ્યા હતા. વલસાડ જિલ્લામાં વલસાડી આફૂસ અને કેસર સહિત કેરીની અનેક જાતો વિકસે છે. સંજાણમાં આવેલ એક આંબો વર્ષોથી આ વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે. કારણ કે આ વિસ્તારમાં આંબાને ચાલતા લાંબા તરીકે ઓળખવામાં આવે છે. આપને જાણીને નવાઈ લાગશે કે આ આંબો જમીનથી આકાશ તરફ વધવાને બદલે જમીનને સમાંતર આડો વિકાસ પામી રહ્યો છે.
સદીઓ જૂના આ આંબો અનેક વિશેષતાઓ ધરાવે છે. સ્થાનિક જાણકારોના મત મુજબ આ આંબો જમીનને સમાંતર આડો વધે છે. તેની શાખાઓ જમીન ને સમાંતર વિકાસ પામે છે અને આગળ વિકાસ બાદ ત્યારબાદ ફરી તેની ડાળીઓ જમીન માં જાય છે અને પાછું જમીનથી બહાર આવી એક નવા જ આંબાના વૃક્ષ નું સ્વરૂપ લે છે. જોકે પાછળનો ભાગ આપોઆપ સુકાઈ અને નષ્ટ પામે છે.
સામાન્ય રીતે આંબાના ઝાડ જમીનથી આકાશ તરફ સીધા ઉપર વધે છે પરંતુ અનેક ખુબીઓ ધરાવતો આ ચાલતો આંબો અત્યારે જમીનને સમાંતર આડો વધે છે.દર વર્ષે થોડા થોડા અંતરે આ આંબાની ડાળીઓ જમીનમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ એ ડાળીઓ બહાર આવી અને એક નવા જ ઝાડના રૂપમાં ફૂલેફાલે છે અને આંબાનો વિકાસ ત્યાંથી આગળ વધે છે. આને કારણે સદીઓ પુરાણા આંબો ના અત્યાર સુધી અનેક માલિકો પણ બદલાઈ ચૂક્યા છે.
અનેક ખુબીઓ ધરાવતા આંબાનું ઝાડ ને કોઈ વાડીના માલિકો નુકસાન પહોંચાડતા નથી. તેથી આંબાની ખેતી કરતા અન્ય ખેડૂતો પણ આંબાને જોઈને નવાઈ પામે છે.આ વિશેષતાને કારણે અત્યારે આંબો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.આદિવાસીઓ અને સ્થનિક માટે આ આંબાનું ઝાડ પવિત્ર છે અને વાર તહેવારે આ આંબા ની પૂજા પણ કરે છે. સંજાણનો આ આંબાના વૃક્ષને હેરિટેજ વૃક્ષ માં સમાવેશ કરવા માં આવેલ છે. 70 મીટરના ઘેરાવા માં ફેલાયેલ આ આંબા અન્ય આંબાઓ કરતા વિષેસતાઓ ધરાવે છે. ખેતી માટે વાવવામાં આવતા આંબો સામાન્ય રીતે આકાશ તરફ વિકાસ પામતો હોય છે. જોકે જંગલી રીતે વિકાસ પામતા આંબા માં દાબ કલમ થી વિકાસ પામી રહ્યો છે.જે સામાન્ય રીતે જવેલ્જ઼ જોવા મળતું હોય છે.
14 વર્ષમાં ચંડોળા તળાવનો કેવી રીતે બદલાઈ ગયો નકશો?જાણો 2010ની સરખામણીએ 2024ની સ્થિતિ
મહત્વપૂર્ણ છે કે વડની વડવાઈઓ જમીનમાં પ્રવેશ કરી અને ત્યારબાદ વડના ઝાડને ટેકા સ્વરૂપે ફૂલેફાલે છે અને વડના ઝાડનું થડ વિકાસ પામે છે. જોકે આંબામાં આ પ્રકાર ની પરિસ્થિતિ જોવા મળતી નથી . પરંતુ આ હેરિટેજ આંબાની ડાળીઓ જમીનમાં પ્રવેશ કરીને પાછું નવા સ્વરૂપે વિકાસ પામે છે જેને કારણે આ ચાલતો આંબો છેલ્લા 1300 વર્ષથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે