Home> Gujarat
Advertisement
Prev
Next

Navsari: લગ્નના અરમાન સાથે પીઠીએ બેસેલો વરરાજા પોલીસ પાંજરે પુરાયો, જાહેરમાં ખાધો મેથીપાક

વલસાડના એક શિક્ષકના ઘરમાં લગ્નનો આનંદ અને અરમાન માત્ર અરમાન જ રહી ગયા છે. પોતાના લગ્નની પીઠીએ બેસેલો વરરાજા સાસરીમાં જાન લઈ જાય એ પેહલા પોલીસ અને પીડિતા જાન લઇને આવી અને વરરાજાને જેલના પાંજરે પુરવા તેડી લાવતા ચકચાર મચી જવા પામી છે

Navsari: લગ્નના અરમાન સાથે પીઠીએ બેસેલો વરરાજા પોલીસ પાંજરે પુરાયો, જાહેરમાં ખાધો મેથીપાક

સ્નેહલ પટેલ/ નવસારી: વલસાડના એક શિક્ષકના ઘરમાં લગ્નનો આનંદ અને અરમાન માત્ર અરમાન જ રહી ગયા છે. પોતાના લગ્નની પીઠીએ બેસેલો વરરાજા સાસરીમાં જાન લઈ જાય એ પેહલા પોલીસ અને પીડિતા જાન લઇને આવી અને વરરાજાને જેલના પાંજરે પુરવા તેડી લાવતા ચકચાર મચી જવા પામી છે. લંપટ શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરતા છેવટે કાયદાની જાળમાં ભેરવાતા મેથીપાક સાથે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

fallbacks

તસવીરમાં જોવા મળતો લંપટ શિક્ષક છોકરીઓને ફસાવવા દિલના ચિત્રોવાળા કપડા પહેરતો હતો અને કાયદાના ચક્કરમાં ભેરવાઈ પડ્યો. ભોગ બનેલી પીડિતાના આરોપે આરોપીને લગ્ન મંડપમાંથી પોલીસે ફિલ્મી ઢબે ઉઠાવીને કાયદાનું રક્ષણ કર્યું છે. વલસાડના શિક્ષકે વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધ્યો હતો અને અંતે વિદ્યાર્થીનીની જગ્યાએ અન્ય યુવતી સાથે લગ્ન કરવા જતાં પોલીસ પાંજરે પુરાયો છે.

આ પણ વાંચો:- Custodial Death Case: મુન્દ્રા પોલીસ મથકે યુવાનોને ઢોર માર મારતા બેનાં મોત, લોકોમાં ઉગ્ર રોષ

બીલીમોરાની એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો અને વલસાડથી અપડાઉન કરતા મયુર રાણાએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરતો હતો. બધી મોજ મજા કર્યા બાદ કલકિત શિક્ષક અન્ય યુવતી સાથે પ્રભુતામાં પગલાં માંડવા બેઠો હતો અને પીડિતાનો પરિવાર પીઠીએ બેસેલા લંપટને જાહેરમાં મેથીપાક આપી પોલીસના હાથે ઝડપાવી દીધો છે. પણ હવે વિદ્યાર્થીનીઓએ પણ ચેતવાની જરૂર ઉભી થઇ છે જેને દેવતાનું રૂપ માનવામાં આવે એવા શિક્ષકે લાજ લૂંટીને શિક્ષણ જગતને કલંકિત કરી દીધું છે. ત્યારે આ કિસ્સો દરેક શાળાઓ માટે લાલબત્તી સમાન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More