નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal) ની પુત્રી ઓનલાઇન ફ્રોડનો શિકાર થી છે. સીએમ કેજરીવાલની પુત્રી એક જૂના સોફાને ઓનલાઇન વેચી રહી હતી. આ ક્રમમાં ઠગોએ તેની સાથે 34000 રૂપિયાની છેતરપિંડી કરી લીધી.
હકીકતમાં છેતરપિંડી કરનારે પોતાને સોફાના ગ્રાહકના રૂપમાં રજૂ કર્યો હતો. તેણે સૌથી પહેલા સીએમની પુત્રીનો વિશ્વાસ જીતવા માટે તેના એકાઉન્ટમાં કેટલાક રૂપિયા મોકલ્યા. ત્યારબાદ તેણે સીએમની પુત્રીને એક વાર કોડ સ્કેન કરવા માટે કહ્યું. આ વખતે સ્કેન કરવાની સાથે તેના એકાઉન્ટમાં એકવાર 20 હજાર અને ત્યારબાદ 14 હજાર રૂપિયા કપાય ગયા.
પહેલા સીએમની પુત્રીના ખાતામાંથી 20 હજાર રૂપિયા ઉપડી ગયા. ત્યારબાદ ફરી 14 હજાર રૂપિયા ઉપડ્યા. આ સંબંધમાં હવે સિવિલ લાયન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારબાદ પોલીસે કેસ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે