Home> Gujarat
Advertisement
Prev
Next

તમારી સોસાયટી કે ફ્લેટને સિક્યુરિટીના ભરોસે ના મૂકતા! વસ્ત્રાપુરના એક ફ્લેટની લિફ્ટમાં મોટો કાંડ!

Ahmdabad News: વસ્ત્રાપુરમાં આવેલ એક ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા આ વૃદ્ધ વ્યક્તિએ નાની બાળકી સાથે છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. બાળકી લિફ્ટ માં જઈ રહી હતી ત્યારે આરોપી તેની પાછળ જઈ ને તેની સાથે લિફ્ટમાં છેડતી કરી હોવાનું સામે આવ્યું છે.

તમારી સોસાયટી કે ફ્લેટને સિક્યુરિટીના ભરોસે ના મૂકતા! વસ્ત્રાપુરના એક ફ્લેટની લિફ્ટમાં મોટો કાંડ!

ઉદય રંજન/અમદાવાદ: સામાન્ય રીતે સોસાયટી કે ફ્લેટના સિક્યુરિટી ગાર્ડના ભરોસે આપણે આપણું ઘર મૂકી દેતા હોય છે પણ સિક્યુરિટી ગાર્ડ પાર ભરોસો કરનાર લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે. 

fallbacks

ગુજરાતમાં આજે આ 19 જિલ્લામાં ભારે વરસાદનું ભયાનક એલર્ટ; જાણો મેઘો ક્યાં મચાવશે તબાહી

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની ગિરફ્તમાં ઉભેલા આ શખ્સનું નામ અમરનાથ નથુનાથ છે અને તેનું કામ છે. ફલેટની સિક્યુરિટી કરવાનું પણ આ શખ્સે ધ્યાન રખવાના બદલે ફલેટમાં રહેતી એક 12 વર્ષીય દીકરી સાથે લિફ્ટમાં અડપલા કરીને છેડતી કર્યાનો ગુનો કર્યો છે, જેના કારણે વસ્ત્રાપુર પોલીસે આ સિક્યુરિટી ગાર્ડ સામે ફરિયાદ નોંધીને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. 

કચ્છની 10 વર્ષીય બાળકીએ દુર્લભ બિમારીને આપી માત, સમગ્ર વિશ્વમાં માત્ર 30 જ કેસ

જો અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલી ફરિયાદની વાત કરવામાં આવે તો અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા એક ફ્લેટમાં રહેતી બાળકી સાથે છેડતીની ઘટના સામે આવી છે અને જે મામલે પોલીસે આરોપી અમરનાથ નથુનાથની ધરપકડ કરી તપાસ શરૂ કરી. વસ્ત્રાપુરમાં આવેલ એક ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા આ વૃદ્ધ વ્યક્તિએ નાની બાળકી સાથે છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. બાળકી લિફ્ટ માં જઈ રહી હતી ત્યારે આરોપી તેની પાછળ જઈ ને તેની સાથે લિફ્ટમાં છેડતી કરી હોવાનું સામે આવ્યું છે.

હાય રે ગરીબી! બળદ ન પોસાતો હોવાથી વૃદ્ધ ખેડૂત જાતે હળ સાથે જોતરાયો, રોવડાવી દેશે આ..

બાળકીએ આ મામલે ઘરે જઈ પોતાની માતાને જાણ કરી હતી અને ત્યારબાદ સગીરાના પિતાએ આ મામલે વસ્ત્રાપુર પોલીસને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કરીને CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

છોતરાં કાઢી નાંખશે! આજનો દિવસ ગુજરાતના આ 2 જિલ્લા માટે ભારે; એક સાથે બે સિસ્ટમ વિનાશ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More