ઝી બ્યુરો/સાબરકાઠા: ઇડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસ પહેલા સાંજના સમયે સગીરા પર ગામના યુવકે દુષ્કર્મનો પ્રયાસ કરતા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. ઇડર પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવા અલગ અલગ ટિમો બનાવી ફરાર આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
અંબાલાલની આગાહી; 24 ફેબ્રુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટબન્સ સક્રિય થતાં ગુજરાતમાં મોટો ખતરો!
સાબરકાંઠા જિલ્લામાં એકજ સપ્તાહમાં બીજી ઘટના સામે આવી છે. સગીરાઓ પણ સુરક્ષિત નથી રહી તેવું લાગી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના એક ગામમાં બે દિવસ પહેલા સાંજના સમયે ગામમાં વરઘોડો નીકળ્યો હતો. દરમિયાન ગામની સગીરા પ્રાથમિક શાળામાં પાણી પીવા ગઈ હતી ત્યારે ગામના નરાધમ યુવક સગીરા પાછળ ગયો અને પાણી પીવા ગયેલી સગીરાને શૌચાલયમાં બદકામ અર્થે ખેંચી લઇ ગયો હતો. જોકે સગીરાએ બુમાં બમ કરતા ત્યા નજીકમાં હાજર રહેલા સ્થાનિકો આવી પહોંચ્યા હતા. આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ નો પ્રયાસ કર્યો હતો.
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
જોકે ત્યાં હાજર બે ગ્રામજનો એ આરોપી યુવકને પકડી લીધો હતો. પરંતુ યુવક બંને ગ્રામજનોના હાથમાંથી ભાગી ગયો હતો. જોકે સગીરાના પરિવારને સમગ્ર ઘટનાની જાણ થતાંજ સગીરાના પરિવારજનો દ્વારા ઇડર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આખી ઘટના અંગેની પોલીસને વાકેફ કરીને ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને ઇડર પોલીસે ફરાર યુવક સામે પોકસો એકટ મુજબ ગુનો નોંધી ફરાર યુવકને પકડવા માટે ની ટિમો બનાવીને શોધખોળ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે