હિમાશું ભટ્ટ/ મોરબી: મોરબી જિલ્લામાં (Mordi) દારૂ પીને ધમાલ કરતા બે શખ્સોનો વીડિયો વાયરલ (Video Viral) થયો છે. દારૂ પીને શખ્સોએ ગામની મહિલાઓને માર માર્યો હતો. ત્યાર બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ આ બંને શખ્સને માર માર્યો (Beaten) જેમાં એક શખ્સનું ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત (Death) નીપજ્યું હતું. ત્યારે આ મામલે પોલીસે (Morbi Police) વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી જિલ્લાના (Morbi) ધરમપુર ગામે દારૂ (Alcohol) પીને ધમાલ કરતા બે શખ્સોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Video Viral) થયો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બંને શખ્સ દારૂના નશામાં ચુર ગામની મહિલાઓને માર મારે (Beaten) છે. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિક દ્વારા બનાવી તેને સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:- ગુજરાતમાં માસ્કના દંડ અંગે મોટા સમાચાર, સરકાર દંડ ઘટાડવા હાઈકોર્ટમાં કરશે રજૂઆત
જો કે, દારૂ પીને ધમાલ કરતા બંને શખ્સો પર ગ્રામજનો રોષે ભરાયા હતા અને ગ્રામજનોએ દારુ પીને ગામમાં ધમાલ કરનારા બંને શખ્સોની ધોલાઈ કરી હતી. જેમાં બંને શસ્ખ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ બંને શખ્સોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, દારૂ પીને ધમાલ કરનાર બે પૈકી એક શખ્સનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો:- ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજના-2021 નો સીએમ રૂપાણીએ કરાવ્યો પ્રારંભ
ત્યારે આ મામલે મારામારીનો બના હત્યામાં પલટયો છ અને મૃતકની પત્નીએ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે