Home> India
Advertisement
Prev
Next

OMG...લગ્ન બાદ જેવી દુલ્હન સાસરે પહોંચી કે દુલ્હેરાજાને જાહેરમાં સટાસટ લાફા માર્યા અને પિયર ભેગી થઈ ગઈ

ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જ્યાં એક નવી નવેલી દુલ્હને સાસરે પહોંચ્યા બાદ ગાડીમાંથી ઉતરતા જ દુલ્હેરાજાના મોઢા પર સટાસટ લાફા મારી દીધા. એ

OMG...લગ્ન બાદ જેવી દુલ્હન સાસરે પહોંચી કે દુલ્હેરાજાને જાહેરમાં સટાસટ લાફા માર્યા અને પિયર ભેગી થઈ ગઈ

લખનૌ: ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જ્યાં એક નવી નવેલી દુલ્હને સાસરે પહોંચ્યા બાદ ગાડીમાંથી ઉતરતા જ દુલ્હેરાજાના મોઢા પર સટાસટ લાફા મારી દીધા. એટલું જ નહીં આમ કર્યા બાદ તેણે દુલ્હનના કપડાં બદલી સાદા કપડાંમાં જ પોતાના પિયર ભેગી થઈ ગઈ. વિવાદ એટલો વધ્યો કે પોલીસ સુધી પહોંચી ગયો. કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં માથાકૂટ ચાલી અને ખુબ સમજાવટ છતાં પરિણામ આવ્યું નહીં. 

fallbacks

પ્રેમ પ્રસંગનો મામલો!
પોલીસના જણાવ્યાં મુજબ જિલ્લાના ખુટહન પોલીસ હદ વિસ્તારના લવાયન ગામમાં ગત રવિવારે આ ઘટના ઘટી. જ્યાં દુલ્હને પોતાના સ્વાગતની તૈયારીઓ અને મંગલગીતો વચ્ચે આ હરકત કરીને આખા ગામમાં સનસની ફેલાવી દીધી. નવી વહુની આ હરકતની જાણ આખા ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ. આખરે નવી પરણેલી વહુએ આવું કર્યું કેમ? ભાત ભાતની અટકળો વચ્ચે એવું કહેવાય છે કે આ મામલો પ્રેમ પ્રસંગનો હોઈ શકે છે. 

UP: ધર્મ પરિવર્તન મામલે યોગી સરકાર આકરા પાણીએ, દોષિતો પર લાગશે NSA, સંપત્તિ પણ જપ્ત થઈ જશે

શાંતિથી લીધા હતા ફેરા
હિન્દુસ્તાનમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ લવાયન ગામના રહીશ વરરાજાની જાન જ્યારે દુલ્હનના ઘરે પહોંચી તો ધામધૂમથી લગ્ન પૂરા થયા હતા. યુવતીએ ત્યારે તો ચૂપચાપ શાંતિથી ફેરાની બધી રસ્મો નિભાવી પરંતુ બીજા દિવસે સવારે જ્યારે વિદાય બાદ સાસરે પહોંચી તો દુલ્હનના થપ્પડકાંડની ગૂંજ આખા ગામમાં સંભળાઈ. પરિવારની મહિલાઓ પડદો આંતરીને દુલ્હનને ઘરની અંદર લઈ જ જવાની હતી ત્યાં તો આવું થયું. બધા સ્તબ્ધ થઈ ગયા. 

લો બોલો... અહીં સૌથી વધુ બાળકો ધરાવતા માતા-પિતાને મળશે એક લાખ રૂપિયાનું ઈનામ, જાણો કોણે કરી જાહેરાત

ગત અઠવાડિયે દુલ્હેરાજાએ માર્યો હતો લાફો
જૌનપુરમાં લગ્ન સમારોહ દરમિયાન ખુબ બબાલ થવાના મામલા સામે આવી રહ્યા હતા. લગભગ 10 દિવસ પહેલા જયમાલા દરમિયાન વર પક્ષનો એક યુવક સ્ટેજ પર ચડ્યો તો વધુ પક્ષના લોકોએ ના પાડી દીધી. આ વાતને લઈને જાનૈયાઓ અને છોકરીવાળાઓ વચ્ચે મારપીટ શરૂ થઈ ગઈ. ગુસ્સે ભરાયેલા દુલ્હેરાજાએ દુલ્હનને થપ્પડ મારી દીધી હતી. મામલો એટલો વધી ગયો કે પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More