Home> Gujarat
Advertisement
Prev
Next

260 કરોડ કૌભાંડ મામલો: વિનય શાહની કોર કમીટીની પૂછપરછમાં થયા ચોકાવનારા ખુલાસા

વિનય શાહ 260 કરોડ કૌભાંડ મામલે વિનય શાહની આર્ચરકેર કંપનીના 25 કોર કમિટીના 25 મેમ્બરોની સીઆઇડી ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. 

260 કરોડ કૌભાંડ મામલો: વિનય શાહની કોર કમીટીની પૂછપરછમાં થયા ચોકાવનારા ખુલાસા

ઉદય રંજન/અમદાવાદ: વિનય શાહ 260 કરોડ કૌભાંડ મામલે વિનય શાહની આર્ચરકેર કંપનીના 25 કોર કમિટીના 25 મેમ્બરોની સીઆઇડી ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. કોર્ટ દ્વારા 25 આરોપીઓની 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ મળતા જ પોલીસ દ્વારા તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી હતી. 

fallbacks

ત્યાર બાદ ગુરુવારે આખો દિવસ તમામના નિવેદન નોંધવાની કાર્યવાહી કરી હતી. અને જેમાં ખાસ તાપસના મુદાઓની વાત કરવામાં આવે તો વિનય શાહએ ગ્રાહકોને આ આકર્ષવા માટે મોંઘી મોંઘી ગીફ્ટો આપી હતી. વિદેશ ટુર પણ કરાવામાં આવી હતી. ત્યારે આ તમામ ફંડ ક્યાંથી આવ્યું અને કોણ કોણ ટુરમાં ગયું હતું. આ તમામ પ્રક્રાની માહિતીની તમામ વિગતો પર તાપસ કરવામાં આવી હતી. 

વિનય શાહ અને ભાર્ગવી શાહ દ્વારા આચરવામાં આવેલ કરોડોના કૌભાંડમાં દિવસેને દિવસે અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. સીઆઇડી ક્રાઇમે અત્યાર સુધીની તપાસ દરમિયાન 815 કરતાં વધુ વ્યક્તિઓના આ કેસમાં નિવેદન નોંધ્યા છે. જેમાં ભોગ બનનાર અને કંપની સાથે સંડોવાયેલા લોકોનો પણ સમાવેશ થાય છે. સીઆઇડી ક્રાઇમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવું પણ સામે આવ્યું હતું કે, ભોગ બનનારાઓમાં હાલ સુધી 7 કરોડ 47 લાખ કરતા વધુ નુકશાન કંપનીએ કર્યું હતું.

વધુમાં વાંચો...અમદાવાદમાં પાણીના પાઉચ બાદ હવે આ વસ્તુ પર પણ લાગશે ‘બેન’

જોકે ભાર્ગવી શાહની પૂછપરછ દરમિયાન એવા પણ ખુલાસાઓ થવા પામ્યા હતા કે, વિનય દ્વારા આર્ચર કેર કંપની બંધ કરી દેવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમના કમિશન એજન્ટો દ્વારા તેમને રોકાણ માટેના પૈસા પૂરા પાડી કંપની ચાલુ રાખવા માટેના મરણિયા પ્રયાસો કરવામાં આવતા હતા. હાલમાં જે રીતે પોલીસ સકંજામાં આવેલા આ 25 કોર કમિટીના સભ્યો વિનય શાહની આર્ચર કેર કંપનીમાં પોતાનું શરૂઆતથી રજીસ્ટ્રેશન કરાવી પિરામિડ વાળી ગેરકાયદેસર લોકોને જોડતા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More