Home> India
Advertisement
Prev
Next

હેલીકોપ્ટરમાં યાત્રા કરનાર શિવરાજ બેઠા ટ્રેનમાં, સેલ્ફી લેવા ઉમટી મુસાફરોની ભીડ

મુખ્યમંત્રી કાળમાં હેલીકોપ્ટર અને પ્રાઇવેટ વિમાનથી યાત્રા કરનાર શિવરાજ હવે સામાન્ય જનતાની વચ્ચે ટ્રેનમાં સવારી કરી રહ્યાં છે. ગુરૂવારે તેમણે ભોપાલથી બીના સુધીની મુસાફરી ટ્રેનમાં બેસીને કરી હતી.

હેલીકોપ્ટરમાં યાત્રા કરનાર શિવરાજ બેઠા ટ્રેનમાં, સેલ્ફી લેવા ઉમટી મુસાફરોની ભીડ

નવી દિલ્હી: મધ્ય પ્રદેશમાં 13 વર્ષના લાંબા કાર્યકાળ બાદ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ખુલ્લેઆમ સામાન્ય જનતા સાથે મુલાકાત કરી રહ્યાં છે. તેમના મુખ્યમંત્રી કાળમાં હેલીકોપ્ટર અને પ્રાઇવેટ વિમાનથી યાત્રા કરનાર શિવરાજ હવે સામાન્ય જનતાની વચ્ચે ટ્રેનમાં સવારી કરી રહ્યાં છે. ગુરૂવારે તેમણે ભોપાલથી બીના સુધીની મુસાફરી ટ્રેનમાં બેસીને કરી હતી. તે દરમિયાન લોકો પૂર્વ સીએમની સાથે સેલ્ફી લેવા માટે રોકી ન શક્યા હતા.

fallbacks

વધુમાં વાંચો: આ પાર્ટીના પ્રમુખે છોડ્યો NDAનો સાથ, યૂપીએમાં થયા સામેલ

રાજ્યમાં સત્તા ગુમાવ્યા બાદ ભાજપ ધારાસભ્ય શિવરાજ રસ્તાથી લઇને સૌશિયલ મીડિયા સુધી સક્રિય બન્યા છે. આ સાથે જ ટ્વિટર પર તેમના હાજર જવાબી ઘણી પસંદ કરવામાં આવી રહી છે. હાલમાં જ્યારે પૂર્વ સીએમની સાથે એક ભત્રીજાને ચા પીવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે તેનો તેમણે રમૂજી અંદાજમાં જવાબ આપ્યો હતો. 

fallbacks

@OneTipOneHand_ ટ્વિટર યૂઝરે શિવરાજ સિંહ ચૌહાણને ટેગ કરતા લખ્યું કે, મામાજી, તમે દરેકને જવાબ આપી રહ્યાં છો, પરંતુ તમારે સૌથી સમર્પિત ભત્રીજાને રિપ્લાય આપી રહ્યાં નથી. જવાબમાં શિવરાજના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ દ્વારા લખવામાં આવ્યું કે, આજે દિલ્હીમાં છું મારા પ્રિય ભત્રીજા, સમય મળતા જ તમને રિપ્લાય આપીશ. ખુશ રહો, સદા સુખી રહો. કોઇપણ એવી ચિંતા ના કરતા કે અમારુ શું થશે.... મે હું ના શિવરાજ સિંહ ચૌહાણ... ટાઇગર અભી જિંદા હૈ.

fallbacks

પૂર્વ સીએમને ટ્વિટર પર એક્ટિવ જોઇ ટ્રોલર્સ ક્યાં પાછળ રહેવાના હતા. આ વચ્ચે વધુ એક યૂઝર @seriousfunnyguy વચ્ચે કુદી પડ્યો અને લખ્યું કે, તો દિલ્હી વાળા ભત્રીજાને એક કપ ચા પીવડાવી દો મામાજી, DM ઓપન છે લોકેશન અને સમય મોકલવા માટે, તેના પર શિવરાજ સિંહ ચૌહાણે રિપ્લાય આપતા કહ્યું કે તક અને સમય મળ્યો તો એક દિવસ સાથે ચા જરૂર પીશું.

fallbacks

મધ્યપ્રદેશે નથી ગુમાવ્યા શિવરાજ સિંહને
મધ્ય પ્રદેશ ઉપરાંત દેશના બીજા રાજ્યોમાં પણ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ મામાના નામથી લોક પ્રિય છે. આ કારણથી ટ્વિટર અને ફેસબુક પર લોકો તેમને કોઇના કોઇ કારણથી યાદ કરતા રહે છે. એમપીમાં ભાજપની હાર બાદ એક યૂઝર @niranjachauhએ ટ્વિટ કર્યું, આદરણીય શિવરાજ સિંહ ચૌહાણ જી, હું પટના બિહારમાં વસવાટ કરુ છું અને સોશિયલ મીડિયા ટ્વિટર પર પાછલા ત્રણ વર્ષથી જોડાયેલો છું. પરંતુ આ ત્રણ વર્ષમાં પ્રથમ વખત કોઇની હાર પછી પણ વિરોધી પણ તેમની પ્રશંસા કરી રહ્યા છે તો તેઓ આપ છો. તમારામાં અટલજી જેવી વિનમ્રતા જોવા મળે છે. ખરેખર MPએ શિવરાજને ગુમાવ્યો. તેના રિપ્લાયમાં મામાજીએ લખ્યું કે, ના મધ્ય પ્રદેશે શિવરાજ ગુમાવ્યો, અને ના મેં મધ્ય પ્રદેશ. હું માત્ર મધ્ય પ્રદેશનો છું અને મધ્ય પ્રદેશ મારું.

fallbacks

બની ગયા ‘ધ કોમન મેન ઓફ મધ્ય પ્રદેશ’
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સરકાર ગયા બાદ બે વખત તેમનું ટ્વિટર પ્રોફાઇલ બદલ્યું છે. તેમણે ટ્વિટર પર પોતાની જાતને ‘ધ કોમન મેન ઓફ મધ્ય પ્રદેશ’ (મધ્ય પ્રદેશનો સામાન્ય માણસ) જણાવ્યા છે. આ પહેલ રાજીનામું આપ્યા બાદ તાત્કાલીક શિવરાજ સિંહએ તેમના ટ્વિટર પ્રોફાઇલ પર લખ્યું હતું,  એક્સ ચીફ મિનિસ્ટર ઓફ મધ્ય પ્રદેશ, ઇન્ડિયા પરંતુ થોડા સમય બાદ તેમણે તે બદલી નાખ્યું હતું. એક પૂર્વ મુખ્યમંત્રી દ્વાર પોતાની જાતને રાજ્યનો એક સામાન્ય માણસ લખવું સોશિયલ મીડિયાને ઘણું પસંદ આવ્યું છે. યૂઝર્સ શિવરાજની પ્રોફાઇલનો સ્ક્રીનશોર્ટ લઇને ઘણી પ્રશંસા કરી રહ્યાં છે. સતત એક પછી એક ટ્વિટ કરી શિવરાજ જણાવી રહ્યાં છે કે વિપક્ષમાં રહીને તેઓ પાર્ટી માટે જમીન સ્તર પર રહી કામ કરતા રહશે.

વધુમાં વાંચો: કોલકાતા હાઇકોર્ટની મમતા સરકારને ટકોર, ભાજપની રથયાત્રાને મળી મંજૂરી

મધ્ય પ્રદેશ મારું મંદિર
હાલમાં જ પૂર્વ સીએમએ કહ્યું કે, મધ્યપ્રદેશ મારું મંદિર છે. અને ત્યાંની જનતા મારા ભગવાન છે. મારા ઘરના દરવાજા આજે પણ પ્રદેશના દરેક નાગરિક માટે હમેશા ખુલ્લા છે. તેઓ કોઇ સંકોચન વગર મારી પાસે આવી શકે છે, અને હું દરવખતની જેમ તેમની યથાસંભવ મદદ કરતો રહીશ. આ ટ્વિટ દ્વારા શિવરાજ સિંહ ચૌહાણે રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાને વિરામ આપ્યો છે જેમાં તેમને કેન્દ્રમાં જવા વિશે અટકળો આવી રહી હતી.

વધુમાં વાંચો: બુરાડીકાંડ: એક જ પરિવારનાં 11 લોકોનાં મોત પરથી ઉઠ્યો પડદો, વિસરા રિપોર્ટમાં થયો ખુલાસો

કમલનાથ બન્યા મુખ્યમંત્રી
જણાવી દઇએ કે એમપીમાં 230 વિધાનસભા સીટ છે અને બહુમત માટે 116 બેઠકોની જરૂરીયા છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 41 ટકા વોટ મળ્યા પરંતુ માત્ર 109 બેઠકો મળી. કોંગ્રેસના ખાતમાં 114 બેઠકો આવી છે. ચાર સવતંત્ર, બસપાના બે અને સપાના એક ધારાસભ્યના સમર્થનથી કોંગ્રેસ 121 બેઠકો પર તેમનો દાવો કરી રહી છે. 17 સપ્ટેમ્બરે કોંગ્રેસ નેતા કમલનાથને રાજ્યપાલ આનંદીબેન પટેલે પ્રદેશના મુખ્યમંત્રી પદ અને ગુપ્ત શપથ લેવડાવી હતી.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More