Home> Gujarat
Advertisement
Prev
Next

Bhuj : માસિકની તપાસ કરાવવા ઉતરાવ્યા કોલેજિયન યુવતીઓના કપડાં! હવે આખા મામલામાં શરમજનક વળાંક

ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં રૂઢીના નામે યુવતીઓના કપડાં ઉતરાવવામાં આવતા હોબાળો થયો હતો. આ મામલે તપાસ કરવા માટે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર (VC) દર્શના ધોળકિયા સાથેની ચાર વ્યક્તિઓની એક ટીમ બનાવાઇ હતી

Bhuj : માસિકની તપાસ કરાવવા ઉતરાવ્યા કોલેજિયન યુવતીઓના કપડાં! હવે આખા મામલામાં શરમજનક વળાંક

રાજેન્દ્ર ઠક્કર ભુજ : ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં રૂઢીના નામે યુવતીઓના કપડાં ઉતરાવવામાં આવતા હોબાળો થયો હતો. આ મામલે તપાસ કરવા માટે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર (VC) દર્શના ધોળકિયા સાથેની ચાર વ્યક્તિઓની એક ટીમ બનાવાઇ હતી. આ ઘટનાથી જાણ થતાં કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ડોક્ટર દર્શના ધોળકિયા તેના સાથેના મહિલા સભ્ય પ્રોફેસર એક આખી તપાસ ની ટીમ સાથે ત્યાં પહોંચી અને તપાસણી કરી હતી. જોકે તેમણે મેનેજમેન્ટનો લૂલો બચાવ પણ કર્યો છે. હોસ્ટેલના ટ્રસ્ટીએ આ ઘટનાને દુઃખદ પણ ગણાવી હતી અને જવાબદારો સામે પગલા લેવાશે એવી ખાતરી પણ આપી હતી.
 
સુરત : ત્રણ વર્ષની બાળકીનો બળાત્કાર અને હત્યા કરનાર રાક્ષસના ફાંસીથી બચવાના હવાંતિયા, માર્યો માસ્ટરસ્ટ્રોક

fallbacks

કચ્છની રાજધાનીમાં શિક્ષણ જગતને કલંક લગાવતો મામલો સામે આવ્યો હતો. સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરાતા ચકચાર મચી છે. સફાળી જાગેલી ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીની એક ટીમ તાત્કાલિક સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટ તપાસાર્થે દોડી ગઈ હતી. ત્યાં પહોંચીને સમગ્ર મામલાની તપાસ કરશે. ત્યારબાદ રિપોર્ટ યુનિવર્સિટીને સોંપશે. જેના આધારે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. માસિક ધર્મની તપાસથી ગિન્નાયેલી વિદ્યાર્થિનીઓ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહી છે.

મુખ્યમંત્રીનાં હસ્તે કચ્છમાં બે દિવસીય ટુરિઝમ સમિટનું ઉદ્ધાટન

આ મામલે વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો કે, બુધવારે તેમને ચાલુ ક્લાસમાંથી બહાર પેસેજમાં બેસાડવામાં આવી હતી. આ પછી માસિક ધર્મને લઈને પૂછપરછ કર્યા બાદ એક પછી એક વિદ્યાર્થિનીને વોશરૂમમાં લઈ જવાઈ હતી અને માસિક ધર્મની તપાસ કરાઈ હતી. માસિક ધર્મની તપાસ કરાતા કોલેજની વિદ્યાર્થિનીઓના તીવ્ર વિરોધને પગલે સંચાલકોએ કેટલીક વિદ્યાર્થિનીઓને ઓફિસમાં બોલાવી હતી. વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમને ઓફિસમાં ઇમોશનલ બ્લેકમેઇલ કરીને તેમની પાસેથી લખાણ લખાવી લીધું હતું. તેમજ સંચાલકોએ વિદ્યાર્થિનીઓને એમ પણ જણાવી દીધું હતું કે, તમને અમારા પ્રત્યે લાગણી હોય તો આવું ન કરો. પગલાં લેવાની વાત જવા દો. નોંધનીય છે કે સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ પરિણામને લઈને ચિંતિત છે. તેમણે જણાવ્યું હતું કે, અમે સંસ્થાના તમામ નિયમોનું પાલન કરીએ છીએ. નિયમ તોડનારને સજા કરાય છે. અમે માસિક ધર્મનું પણ પાલન કરીએ છીએ. અમને છેલ્લા બે ત્રણ દિવસથી માનસિક ત્રાસ અપાઈ રહ્યો છે. અમે સંચાલકો સામે પ્રદર્શન કર્યું છે તેથી અમારા પરિણામ પર તેની અસર પડવાની શક્યતા છે. આથી અમારી વિનંતી છે કે અમારી કેરિયર પર આની કોઈ જ અસર ન થાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More