Mock drill in Gujarat: દેશભરમાં આવતી કાલે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. જો 7 મેએ અચાનક કોઈ ભારે અને ડરામણો અવાજ સંભળાય તો ડરશો નહીં. આ કોઈ ઈમરજન્સી સ્થિતિ નહીં, પરંતુ એક મોકડ્રીલ એટલે કે યુદ્ધ જેવી સ્થિતિની તૈયારીનો અભ્યાસ છે. આ દરમિયાન 'યુદ્ધવાળું સાયરન' વાગશે, જેથી લોકોને જણાવી શકાય કે યુદ્ધ કે હવાઈ હુમલા જેવી સ્થિતિમાં શું કરવાનું હોય છે?
1971ના જંગ બાદ પ્રથમવાર ભારત સરકારે આવી મોકડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે. દેશભરમાં આવતી કાલે મોકડ્રિલનું આયોજન કરાયું છે. ત્યારે મોક ડ્રિલના આયોજન અંગે કેન્દ્ર સરકાર સાથે વિડિઓ કોંફરન્સ દ્વારા મિટિંગનું આયોજન કર્યું છે. ગુજરાતમાંથી અધિકારીઓ કેન્દ્ર સરકારની વીસીમાં જોડાયા હોવાની માહિતી છે. સિવિલ ડિફેન્સ DG મનોજ અગ્રવાલ, મુખ્ય સચિવ પંકજ જોશી વીસીમાં જોડાશે. સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલ અધિકારીઓ પણ વીસીમા હાજર રહેશે. આવતી કાલે ગુજરાતમાં 15 જિલ્લાઓમાં મોકડ્રિલ યોજાશે. જેમાં સાયરન, યુદ્ધ અભ્યાસ, સિવિલ ડિફેન્સ તાલીમ સહિતની બાબતો પર મોક ડ્રિલ યોજાશે.
ગુજરાતમાં આ 15 જિલ્લાઓમાં મોકડ્રિલ યોજાશે.
વડોદરા, સુરત, તાપી, અમદાવાદ, જામનગર, દ્વારકા, Kutch, ભરૂચ, ગાંધીનગર, મહેસાણા, ભાવનગર, નર્મદા, નવસારી અને ડાંગનો સમાવેશ થાય છે.
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ભારતન તમામ નાગરિકો ઈચ્છી રહ્યા છે કે આ વખતે ભારત તરફથી પાકિસ્તાનને અત્યંત મજબૂત જવાબ આપવામાં આવે. આવા સમયે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સિવિલ ડિફેન્સ વિભાગને 7 મે ના રોજ મોક ડ્રિલ તેમજ યુદ્ધ અથવા પાકિસ્તાન દ્વારા હુમલાની સ્થિતિમાં શું કરવાનું, એ મામલે માર્ગદર્શિકા બહાર પાડી છે. ત્યારે સિવિલ ડિફેન્સ શું છે અને અમદાવાદમાં તેની કેટલી તૈયારી છે એ અંગે ઝી 24 કલાકે એક્સક્લુઝિવ રીતે અમદાવાદ સિવિલ ડિફેન્સના ચીફ વોર્ડન સાથે વાત કરી હતી.
તમને જણાવી દઈએ કે 1971ના જંગ બાદ પ્રથમવાર ભારત સરકારે આવી મોકડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે. તેવામાં તમારા માટે તે જાણવું જરૂરી છે કે આખરે સાયરન શું હોય છે? કયાં લગાવવામાં આવે છે? તેનો અવાજ કેવો હોય છે? કેટલા દૂર સુધી સંભળાય છે? અને તે વાગે ત્યારે લોકોએ શું કરવું જોઈએ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે