Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં વધુ એકવાર પાણીની ટાંકી ધરાશાયી, બાજુના મકાનમાં 3 ફૂટ પાણી ભરાયા

અમદાવાદ (Ahmedabad) માં વધુ એક પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. ઘાટલોડિયાના કર્મચારી નગર નજીક પાણીની ટાંકી (Water tank) ધરાશાયી થતા 22 વર્ષીય યુવતી ઈજાગ્રસ્ત થઈ છે. ત્યારે તંત્રની વધુ એક મોટી બેદરકારી સામે આવી છે.

અમદાવાદમાં વધુ એકવાર પાણીની ટાંકી ધરાશાયી, બાજુના મકાનમાં 3 ફૂટ પાણી ભરાયા

અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) માં વધુ એક પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. ઘાટલોડિયાના કર્મચારી નગર નજીક પાણીની ટાંકી (Water tank) ધરાશાયી થતા 22 વર્ષીય યુવતી ઈજાગ્રસ્ત થઈ છે, જ્યારે બાજુમાં પાર્ક કરેલી અલ્ટો કારને નુકસાન થયું છે. પાણીની ટાંકી ધરાશાયી થયા બાદ બાજુમાં આવેલા એક મકાનમાં 3 ફૂટ પાણી ભરાઈ ગયા છે. ધરાશાયી થયેલી ટાંકી 25 વર્ષ જૂની હોવાનો સ્થાનિકોનો દાવો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તંત્રએ કરેલા સર્વેમાં ટાંકીમાં ખામી જણાઈ હતી અને ટાંકી ક્ષતિગ્રસ્ત હોવા છતાં ઉતારવામાં ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે તંત્રની વધુ એક મોટી બેદરકારી સામે આવી છે.

fallbacks

AMCએ સમયસર ઘાટલોડિયાની પાણીની ટાંકી ઉતારી લીધી હોય તો આ દુર્ઘટના બની ન હોત

સવારે 4.30 કલાકે ટાંકી ધરાશાયી
ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી આ ટાંકી 25થી વધુ વર્ષો જૂની ટાંકી હતી. થોડા સમય અગાઉ ટાંકીની સ્થિતિને લઈ સરવે કરાયો હતો. આ સરવેમાં ટાંકી ક્ષતિગ્રસ્ત જણાઈ હોવા છતાં તેને ઉતરવામાં તંત્ર રહ્યું નિષ્ફળ રહ્યું હતું. રાત્રે 2 વાગ્યાથી ટાંકીમાં લિકેજ શરૂ થયું હતું. ગઈકાલે પણ પાણી લિકેજ થતા ટાંકીમાં પાણી બંધ કરાયું હતું. આખરે 4.30એ ટાંકી ધરાશાયી થઈ હતી. જેને કારણે નજીક પાર્ક કરેલી એક અલ્ટો કારના બૂકડો બોલાઈ ગયો હતો. તેમજ પાણીની ટાંકીને અડીને એક મકાન હતું, જેમાં 3 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ. પરંતુ આ ઘટનામાં 25 વર્ષીય ફાલ્ગુની આચાર્ય નામની મહિલા ઈજાગ્રસ્ત બની હતી. તેના હાથે ફ્રેક્ચર આવ્યું હતું. 

Maha cycloneનો શનિવારનો રિપોર્ટ : 115 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો

લોકોને ભૂકંપ જેવો અહેસાસ થયો
પરંતુ સ્થાનિકોએ જણાવ્યું કે, ટાંકી પડી ત્યારે ભૂકંપ જેવો અહેસાસ થયો હતો. વહેલી સવારે ધડાકાભેર પડતા લોકો ગભરાયા હતા. ઘટના બાદ ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ફાયરની ટીમ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. 

fallbacks

સ્થાનિકોને પાણીની સમસ્યા સર્જાશે
ઉલ્લેખનીય છે કે, આ જ પાણીની ટાંકીમાંથી આસપાસના વિસ્તારોના ઘરોમાં પાણી પહોંચતું હતું. ટાંકી તૂટતા પાણીની સ્થાનિકો માટે મોટી સમસ્યા સર્જાશે. હજુ સુધી ધારાસભ્ય કે કોઈ ઉચ્ચ સતાધીશ ઘટનાસ્થળે પહોંચ્યા નથી. ત્યારે સ્થાનિકોમાં સ્થાનિક તંત્રને લઈ નારાજગી જોવા મળી છે. 

Birthday Pics... શાહરૂખની આ તસવીરો જોઈને તમે પણ કહેશો ‘આઈ લવ યુ SRK....’

બોપલનો બનાવ હજી તાજો 
થોડા સમય પહેલા જ અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી. જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. તેમ છતાં નિંભર તંત્ર આવી જર્જરિત ટાંકીઓ મામલે આંખ આડા કાન કરી રહ્યું છે. શું એએમસીનું તંત્ર આવી ટાંકીઓ કોઈનો ભોગ લે તેની રાહ જોઈ રહ્યું છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More