Unseasonal Rain સપના શર્મા/અમદાવાદ : આ વર્ષે ઠંડીએ ગુજરાતીઓના ભુક્કા બોલાવી દીધા. વર્ષો બાદ ગુજરાતીઓએ આવી કાતિલ ઠંડી અનુભવી છે. ત્યારે માંડ હવે ઠંડીથી રાહત મળી છે. ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના અંતમાં માવઠુ પડ્યુ હતું, ત્યારે ગુજરાતમાં ફરી માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી કરાઈ છે. 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં માવઠાની આગાહી કરાઈ છે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં ફરી માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી કરી છે. 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં માવઠું પડશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. ત્યારે આ માવઠું ફરી એકવાર ખેડૂતો માટે મુસીબતોનું માવઠું બની રહેશે. જાન્યુઆરી મહિનાના અંતમાં આવેલા માવઠાએ ખેડૂતોને બરબાદ કર્યા. ઠંડીમાં પાકેલો પાકને નુકસાની સહન કરવી પડી. ત્યારે ફરી એકવાર આવી રહેલું માવઠું ખેડૂતોને રાત પાણીએ રડાવશે.
આ પણ વાંચો :
તલાટીની પરીક્ષા ક્યારે લેવાશે, પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જે કર્યો ખુલાસો
જંત્રી વધારા પર નીતિન પટેલનું મોટું નિવેદન, ગુજરાત સરકાર માટે કહ્યું આવું...
અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું કે, તારીખ 22-26 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની શક્યતા છે. રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થશે. 26 એપ્રિલથી 45 ડિગ્રી ઉપર તાપમાન રહેવાની શક્યતા છે. તો ગરમ પવનો વધવાની પણ શક્યતા છે.
ઉનાળાની કરી આવી આગાહી
પરંતુ જો તમે વિચારતા હશો કે, હવે ઉનાળો સારો જાય તો સારું, તો તમે ખોટા છે. કારણ કે આ વર્ષે ઉનાળો આકરો બની રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ કડકડતી ઠંડી બાદ હવે ઉનાળાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, 2023 નો ઉનાળો આકરો બની રહેશે. તેની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. 13 ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થઈ જશે. આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 19-20 ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે. મહત્તમ તાપમાન એ સમયે 37 ડિગ્રી રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો : ઠંડી બાદ અંબાલાલ કાકાએ કરી ગરમીની આગાહી, આ ઉનાળો કેવો જશે તે કહ્યું...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે