Indian Railways : ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી સ્થિતિ ઉદભવી છે, તેને કારણે હવે રેલવે પર પણ તેની અસર થઈ છે. આ સ્થિતિને કારણે કેટલીક ટ્રેનો પર અસર પડી છે. આ સાથે જ 5 ટ્રેન કેન્સલ કરવામાં આવી છે.
ભારત પાકિસ્તાનનો તંગ માહોલની પશ્ચિમ રેલવે પર અસર જોવા મળી છે. અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી ચાલનારી કેટલીક ટ્રેનોને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:
1. તારીખ 10.05.2025ની ટ્રેન સંખ્યા 09446/09445 ભુજ-રાજકોટ-ભુજ વિશેષ ટ્રેન
2. તારીખ 09.05.2025ની ટ્રેન સંખ્યા 94801 અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ
3. તારીખ 10.05.2025ની ટ્રેન સંખ્યા 94802 ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ
4. તારીખ 09.05.2025ની ટ્રેન સંખ્યા 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ
5. તારીખ 10.05.2025ની ટ્રેન સંખ્યા 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ
ગાંધીનગર ખાતે ૧૧/૦૫/૨૦૨૫ના રોજ યોજાનાર નાઈટ સાયકલોથોન-૨૦૨૫ મોકૂફ રાખવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 'મેદસ્વિતા મુક્ત ગુજરાત' હેઠળ આયોજન કરાયું હતું, જે હાલ પૂરતું મોકૂફ રખાયું છે. ટૂંક સમયમાં આ સાયકલોથોનનું પુનઃ આયોજન કરવામાં આવશે.
ખોટી પોસ્ટ કરનારાની ખેર નથી
ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે દેશ વિરોધી પોસ્ટ કરનાર સાવધાન થઈ જજો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશ વિરોધી પોસ્ટ કરનારને ચેતવણી આપી છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ ન કરવા અપીલ કરી છે. સેનાનું મનોબળ તોડે તેવી પોસ્ટ ન કરતા. દેશ વિરોધી પોસ્ટ કરનાર ચાર સામે ફરિયાદ થઈ. આવી હરકત ચલાવી લેવામાં નહીં આવે.
સંરક્ષણ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈ રાત્રે પાકિસ્તાન આર્મી દ્વારા ભારતીય સ્થિતિઓ તરફ લગભગ 500 ડ્રોન લોન્ચ કરવામાં આવ્યા હતા, જે લદ્દાખના સિયાચેન બેઝ કેમ્પથી ગુજરાતના કચ્છ વિસ્તાર સુધી 24 સ્થળોએ જોવા મળ્યા હતા. આ ડ્રોનમાંથી લગભગ 50 ડ્રોન એર ડિફેન્સ ગન દ્વારા નષ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે લગભગ 20 ડ્રોન સોફ્ટ કિલ દ્વારા નીચે ઉતારવામાં આવ્યા હતા. મોટાભાગના ડ્રોન હથિયાર વગરના હતા. ડ્રોનમાં કેમેરા ફીટ કરવામાં આવ્યા હતા અને સંભવતઃ તેઓ તેમના ગ્રાઉન્ડ સ્ટેશનો પર ફૂટેજ રિલે કરી રહ્યા હતા. ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ લગભગ તમામ ડ્રોનને નષ્ટ કરી દીધા હતા જે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડી શકે તેમ હતા.
બોર્ડર છોડીને નીકળ્યા મજૂરો
યુદ્ધના ભણકારા વચ્ચે ખાવડાની ભારત પાકિસ્તાન બોર્ડરની અંદર R E પાર્કમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરો વતનની વાટ પકડી રહ્યા છે બોર્ડરમાંથી જે વાહન મળે એમાં બેસીને ભુજ તરફ પ્રયાણ કરી રહ્યા .છે ત્યાંથી તેઓ વતનની વાત પકડીને રવાના થયા છે. ખાવડા ત્રણ રસ્તા ખાતે હજારોની ભીડ મજૂરોની દેખાઈ રહી છે. જેમાં પહેલા તે વહેલાની ધોરણે મજૂરો ભુજ તરફ રવાના થઈ રહ્યા છે. બીજી બાજુ ખાવડાથી ડેલી ઝાંખડ ટ્રાવેલ્સની બસ બાડમેર સુધી પણ ફૂલ જઈ રહી છે. અનેક મજૂરો રાજસ્થાન તરફના ખાનગી વાહનો ભાડે કરીને રવાના થઈ રહ્યા છે. જ્યારે અમુક કોન્ટ્રાક્ટરો દ્વારા ખાવડા ખાતે સ્થાનિકે વ્યવસ્થા કરી આપવામાં આવી છે. પરપ્રાંતિય મજૂરોનો પલાયન શરૂ અમુક મજૂરો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ યુદ્ધના માહોલમાં અહીં રહેવાથી પરિવાર ચિંતામાં રહે એનાથી સારું એ છે કે વતનની વાટ પકડી પરિવારને ચિંતા મુક્ત કરીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે