Operation Sindoor: ભારતે ગુરુવારે રાત્રે ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને જમ્મુ અને પઠાણકોટ સહિત લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા હતા. જ્યારે અગાઉ ભારતે પાકિસ્તાન સેનાના આવા જ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને યોગ્ય જવાબ આપ્યો હતો. ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક મહત્વપૂર્ણ સૂચના આપી છે.
ગૃહ મંત્રાલયે શુક્રવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પ્રશાસકોને પત્ર લખીને જરૂરી સાવચેતીનાં પગલાંના કાર્યક્ષમ અમલીકરણ માટે નાગરિક સુરક્ષા નિયમો હેઠળ ઈમરજન્સીની સત્તાઓનો ઉપયોગ કરવા જણાવ્યું છે.
ગૃહ મંત્રાલય તરફથી આ સૂચના દુશ્મનના હુમલાઓ અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિઓ સહિત રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવી છે. આ પહેલા રક્ષા મંત્રીએ ત્રણેય સેનાના વડાઓ સાથે મુલાકાત કરી હતી. આ એક રિવ્યુ મિટિંગ કરી હતી. આ બેઠકમાં ગત રાત્રે મિલિટ્રી બેસેસને નિશાન બબનાવવાના પાકિસ્તાનના પ્રયાસોને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા.
કેમ દિલ્હી-NCRના આકાશમાં નથી ઘુસી શકતા પાકિસ્તાની પ્લેન? કેવી રીતે થાય છે સુરક્ષા
આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, એર ચીફ માર્શલ એપી સિંહ અને નેવલ ચીફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી હાજર રહ્યા હતા.
ભારતના હુમલાથી પાકિસ્તાનમાં ડર
પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી નાખ્યા હતા. ભારતના આ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. આ જ કારણ છે કે તેના તરફથી હુમલો કરવાના સતત નિષ્ફળ પ્રયાસો થઈ રહ્યા છે.
દુનિયાના સૌથી ખતરનાક ડ્રોન જેના નામની છે બોલબાલા, ભારતના Droneનું નામ સાંભળીને થરથર કાંપે છે દુશ્મન
જ્યારે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા પાકિસ્તાન અને આતંકવાદીઓને જડબાતોડ જવાબ મળી રહ્યો છે. 8 મેની મધ્યરાત્રિએ ભારતીય સેનાએ બાંસામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા 7 આતંકવાદીઓને ઠાર માર્યા. હાલમાં સરહદી વિસ્તારોમાં પહેલા કરતા વધુ તકેદારી વધારવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે