Home> Gujarat
Advertisement
Prev
Next

રીબડામાં તે રાતે શું થયું હતું! 4 શાર્પ શૂટર્સે વર્ણવ્યો હાર્દિકસિંહ જાડેજાનો અસલી ખેલ

Gondal Ribda Firing : 'મેં હાર્દિકસિંહના કહેવાથી અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કર્યું':5 લાખની સોપારી આપી હતી, બે ભાઈ સહિત 4 શખસ UPથી ઝડપાયા, એક પર 4 પાસા સહિત 27 ગુના

રીબડામાં તે રાતે શું થયું હતું! 4 શાર્પ શૂટર્સે વર્ણવ્યો હાર્દિકસિંહ જાડેજાનો અસલી ખેલ

Gondal Ribda Firing Anirudhsinh Jadeja : રાજકોટ રિબડા ગામે પેટ્રોલ પંપ પર ફાયરીંગનો મામલામાં મુંબઈ અને ઉત્તરપ્રદેશના આગ્રાથી શાર્પશૂટરો સહિત 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેઓએ રીબડા પેટ્રોલપંપ ફાયરિંગ કેસમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. 

fallbacks

રાજકોટ પોલીસે ઈરફાન ઉર્ફે શિપા કુરેશી, અભિષેક પવન જીંદલ, પ્રાન્શુંકુમાર પવન જીંદલ અને વિપીનકુમાર જાટની ધરપકડ કરી છે. સાથે જ ફાયરિંગ સમયે ઉપયોગમાં લેવામાં આવેલ બાઇક અને હથિયાર પોલીસે કબ્જે કર્યું છે. આરોપી વિપિન કુમાર જાટને ફાયરિંગ કરવાનાના 5 લાખ જ્યારે અભિષેક પવન જીંદલ અને પ્રાન્શુંકુમાર પવન જીંદલને 1-1 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. સમગ્ર કેસમાં મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજા હજી ફરાર છે. 

ક્યાં આરોપી પર કેટલા ગુના ?

આરોપી ઈરફાન ઉર્ફે શિપા કુરેશી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 27 ગુના
હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 11 ગુના નોંધાયા

રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનારા આરોપીઓને શોધવા માટે પોલીસે LCB, SOG બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી હતી. જેના બાદ અંતે પોલીસને સફળતા મળી હતી. પોલીસે બે સગા ભાઈ સહિત ચાર લોકોની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે. જેમાં ઇરફાન ઉર્ફે સીપા મોહમ્મદ રઇસ કુરેશી (ઉં.વ.32), અભિષેક કુમાર પવનકુમાર જિંદલ/અગ્રવાલ (ઉં.વ.28), પ્રાન્સુકુમાર પવનકુમાર જિંદલ/અગ્રવાલ (ઉં.વ.29) અને વિપિનકુમાર વિરેન્દ્રસિંહ જાટ(ઉં.વ.26)નો સમાવેશ થાય છે.

હવામાન વિભાગની આગાહી : વાવાઝોડા જેવો પવન અને ગાજવીજ સાથે આ તારીખોએ આવશે વરસાદ

આરોપીઓએ પોલીસ સામે કબૂલ્યું કે, તેઓએ હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ પર ફાયરિંગ કર્યું હતું. હાર્દિકસિંહ સાથે મિત્રતા હતા. તેતી તેણે વિપિનકુમાર જાટને 5 લાખમાં સોપારી આપી હતી. ફાયરિંગ કર્યા બાદ બંને શખસ બસ અને ટ્રેન મારફત ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા.

આરોપીઓએ સમગ્ર હકીકત જણાવતા કહ્યું કે, વિપિનકુમાર જાટે ફાયરિંગ કર્યું હતું. બાઈક ઈરફાન ઉર્ફે સીપા મોહમ્મદ રઇસ કુરેશી ચલાવતો હતો. આખા કેસમાં યુપીના બે સગા ભાઈ અભિષેક કુમાર જિંદલ અને પ્રાન્સુકુમાર જિંદલની સંડોવણી સામે આવી છે, જેમાં અભિષેક ફાયરિંગ કરવા માટે અમદાવાદથી રાજકોટ સુધી મૂકવા આવ્યો હતો અને અભિષેકનો ભાઈ પ્રાન્સુકુમાર આરોપીઓને રૂપિયા પૂરા પાડતો હતો, જેમાં અત્યાર સુધીમાં લગભગ તેણે 25000 રૂપિયા ખર્ચ કર્યો હતો.

વિપીનકુમારની માતાને કેન્સર હોવાથી તે તૈયાર થયો
પૂછપરછમાં ખૂલ્યું કે, હાર્દિકસિંહ જાડેજા અગાઉ ત્રણેક મહિના પહેલા આગ્રા ખાતે વીપીનકુમાર જાટને મળ્યો હતો. વીપીનકુમારના માતાને કેન્સર હોઈ તેને પૈસાની જરૂરીયાત હતી. તેથી હાર્દિકસિંહે તેને કહ્યું હતું કે, તારે ગુજરાતમાં એક ફાયરીંગ કરવાનું છે. તેના બદલામાં તને પ લાખ રૂપીયા આપીશ. તો બીજી તરફ અભિષેક જીંદલ અને પ્રાંસુ જીંદલ આગ્રામાં એમ.એસ.હોટલમાં રહેતા હતા, તેથી હાર્દિક તેમને મળવા ગયો હતો. તેણે અભિષેક અને પ્રાંસુને ગુજરાતમાં ફાયરીંગ કરવાની વાત કરી તેના બદલામાં 1 લાખ રૂપીયા આપવાનું કહ્યું હતું. હાર્દિકસિંહને ઇરફાન કુરેશીની મુલાકાત સાબરમતી જેલમાં થઈ હતી. જેથી તેનો ઓળખતો હોય ઉકત ચારેય શખ્સો સાથે ભેગા મળી ફાયરીંગનો પ્લાન બનાવ્યો હતો.

સીસીટીવીમાં દેખાતા બન્ને શખસ પરપ્રાંતીય હોવાનું જાણવા મળતાં પોલીસની એક ટીમ ઉત્તરપ્રદેશ પહોંચી હતી, જ્યાંથી આ બન્ને શખસ મળતાં પોલીસે તેની અટકાયત કરી છે. સમગ્ર કેસમાં ફરાર હાર્દિકસિંહની શોધખોળ હજી બાકી છે. 

આબુમાં અમદાવાદી યુવકનું મોત, સેલ્ફી લેતા સમયે 300 ફૂટ ઊંડી ખીણમાં પડ્યો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More