Home> Gujarat
Advertisement
Prev
Next

પાટીદારોને પૈસાની ઓફરના વાયરલ ઓડીયો વિશે શું કહ્યું આશા પટેલે, જૂઓ

ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલની ઓડીયો કલીપ વાયરલ થવા અંગે પ્રતિક્રિયા આપતા આશાબેને તમામ આક્ષેપોને વખોડી કાઢ્યા હતા 
 

પાટીદારોને પૈસાની ઓફરના વાયરલ ઓડીયો વિશે શું કહ્યું આશા પટેલે, જૂઓ

મહેસાણાઃ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપની ટિકિટ પર આ બેઠકની પેટાચૂંટણી લડી રહેલા આશાબેન પટેલની એક ઓડીયો ક્લિપ સવારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ અંગે મોડી સાંજે તેમણે પ્રતિક્રિયા આપતા ઓડીયો ક્લિપમાં તેમના પર લગાવાયેલા તમામ આક્ષેપો વખોડી કાઢ્યા હતા, પરંતુ આ ઓડીયો ક્લિપ તેમની છે કે નહીં તેના અંગે એક પણ ટિપ્પણી કર્યા વગર તેમણે ચાલતી પકડી હતી. 

fallbacks

આ ઓડિયો ક્લિપમાં આશાબેન પટેલ દ્વારા પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા પરિવારોને પૈસા આપવાની અને તેમને ભાજપની તરફેણમાં મત આપવા માટે રાજી કરવા અંગેની ચર્ચા કરવામાં આવી રહી છે. 

શહીદ પાટીદાર પરિવારોને પૈસાની ઓફર આપતો આશા પટેલનો ઓડિયો વાયરલ

વાયરલ ઓડીયો ક્લિપ અંગે પ્રતિક્રિયા આપતા આશાબેન પટેલે કહ્યું કે, "મારી જોડે પૈસા છે જ નહીં અને હું પૈસાની વહેંચણી કરનારી વ્યક્તિ નથી. હું તો પ્રેમભાવથી ચાલતી વ્યક્તિ છું અને મને પ્રજાનો જે પ્રતિસાદ મળી રહ્યો છે તેને જોતાં તમે સમજી શકો કે લોકો મારી સાથે કેટલા પ્રેમભાવથી જોડાયેલા છે."

આશાબેનના વાયરલ ઓડિયો વિશે લાલજી પટેલ સહિતના લોકોની પ્રતિક્રિયા

તેમણે વધુમાં કહ્યું કે, " હું આવા કોઈ સેટિંગમાં પડતી નથી. મારી ઉપર જે આક્ષેપો કરાયા છે તે તમામ ખોટા છે અને હું તેમને વખોડી કાઢું છું."

જૂઓ આશાબેનની વાયરલ થયેલી ઓડીયો ક્લિપ....

આમ, પોતાના પર લાગેલા તમામ આક્ષેપો વખોડી કાઢીને આશાબેને ચાલતી પકડી હતી. તેમણે વાયરલ ઓડીયો ક્લિપ અંગે વધુ કોઈ સ્પષ્ટતા કરી ન હતી. આ સાથે જ તેમણે પાટીદારો મુદ્દે પણ કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી ન હતી. 

લોકસભા ચૂંટણીના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More