Home> India
Advertisement
Prev
Next

આઝમ ખાને ધર્મના આધારે માંગ્યા મત, મુસ્લિમો એક થઇ જાય તો ભાજપ જતું રહેશે

લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પ્રચારમાં મોટાભાગની પાર્ટીઓનાં નેતા પોતાનાં વિવાદિત નિવેદનોનાં કારણે ચર્ચામાં છે

આઝમ ખાને ધર્મના આધારે માંગ્યા મત, મુસ્લિમો એક થઇ જાય તો ભાજપ જતું રહેશે

મુરાદાબાદ : રામપુરથી ભાજપનાં ઉમેદવાર જયાપ્રદાની વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપીને ઇલેક્શન કમિશનનો પ્રતિબંધ સહી રહેલા સપા નેતા આઝમ ખાનના તેવરમાં કોઇ ઘટાડો નથી આવ્યો. શુક્રવારે આઝમ ખાન મુરાદાબાદ પહોંચ્યા. અહીં તેમણે એક રેલીને સંબોધિત કરી. જો કે એકવાર ફરીથી તેઓ ધર્મનાં નામે મત માંગતા દેખાયા તેની પહેલા સહારનપુરમાં બસપા પ્રમુખ માયાવતીએ પણ ધર્મના આધાર પર મતદાન કરવા માટેની અપીલ કરી હતી. જો કે ત્યાર બાદ ચૂંટણી પંચને તેના પર 48 કલાકનો પ્રતિબંધ લગાવી દીધો છે. 

fallbacks

શહીદ હેમંત કરકરે અંગે સાધ્વી પ્રજ્ઞાએ ભાંગરો વાટ્યો, ભાજપે છેડો ફાડ્યો

મુરાદાબાદ પહોંચ્યા આઝમખાને કહ્યું કે, દેશમાં બે વિચારધારાઓ છે. આ ચૂંટણી લોકશાહીને બચાવવાની ચૂંટણી છે. ભીડને સંબોધિત કરતા આઝમે કહ્યું કે, હવે મીનારાઓની હિફાઝત કરો દુશ્મન એક થઇ ગઇ છે. હું તમારો અવાજ સાંભળવા માટે આવ્યો છું. હવે ઇત્તેહાદ પૈદા કરો. 80ના મુરાદાબાદ તોફાનો તરફ ઇશારો કરતા આઝમે કહ્યું કે, મુરાદાબાદની ઇદગાહ ભુલી ગયા. 

આઝમે રેલીમાં લોકોને કહ્યું કે, એક તરફ ઝાવ ભાજપની સરકાર જતી રહેશે. ત્રણ દિવસના પ્રતિબંધ બાદ આવેલા આઝમે કહ્યું કે, ચાંદી વર્ક લગાવીને ગંદકી ખાવાનું સીધુ ખાવો. ઉત્તરપ્રદેશ હિન્દુસ્તાનની તકદીર બદલાવાની છે. પોતાનાં ભાષણ દરમિયાન આઝમ મીડિયાથી પણ ખુબ જ નારાજ થયા. મીડિયા પર વ્યંગ કરતા આઝમે કહ્યું કે, દુશ્મન અમારો દુશ્મન છે. મીડિયા પર પૈસા લેવાનો આરોપ લગાવતા સપા નેતાએ કહ્યું કે, ટીવી જોવાનું બંધ કરો. જાલીમનું જવું નિશ્ચિત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More