Home> Gujarat
Advertisement
Prev
Next

બનાસકાંઠાના ગામડીયા લાગતા વ્યક્તિનાં ખેતરે જઇને પોલીસે જોયું તો ચોંકી ઉઠી, બહાર આવ્યું મહાકૌભાંડ

જિલ્લાની એસઓજી પોલીસે જિલ્લા સહિત આંતર જિલ્લાઓમાં બાઈક ચોરી કરતા શખ્સને ચોરીના બાઈક સાથે ઝડપી પાડી તેની પાસેથી 11 બાઈક કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. કોણ છે આ બાઈક ચોર શખ્સ અને તે કેવી રીતે બાઈક ચોરીને આપતો હતો અંજામ? બનાસકાંઠા જિલ્લાની એસઓજીની ટીમ પાલનપુર ડીસા હાઈવે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી અને તે સમયે ટીમને એક બાઈકચોર ચોરીનું બાઈક લઈ પસાર થઈ રહ્યો હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી ચોરીનું બાઈક લઈ પસાર થઈ રહેલા દિયોદરના રવેલ સરદારપુરા ગામના પ્રવીણ મનસુખભાઇ પ્રજાપતિ નામના શખ્સને ઝડપી પાડયો છે.

બનાસકાંઠાના ગામડીયા લાગતા વ્યક્તિનાં ખેતરે જઇને પોલીસે જોયું તો ચોંકી ઉઠી, બહાર આવ્યું મહાકૌભાંડ

બનાસકાંઠા : જિલ્લાની એસઓજી પોલીસે જિલ્લા સહિત આંતર જિલ્લાઓમાં બાઈક ચોરી કરતા શખ્સને ચોરીના બાઈક સાથે ઝડપી પાડી તેની પાસેથી 11 બાઈક કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. કોણ છે આ બાઈક ચોર શખ્સ અને તે કેવી રીતે બાઈક ચોરીને આપતો હતો અંજામ? બનાસકાંઠા જિલ્લાની એસઓજીની ટીમ પાલનપુર ડીસા હાઈવે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી અને તે સમયે ટીમને એક બાઈકચોર ચોરીનું બાઈક લઈ પસાર થઈ રહ્યો હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી ચોરીનું બાઈક લઈ પસાર થઈ રહેલા દિયોદરના રવેલ સરદારપુરા ગામના પ્રવીણ મનસુખભાઇ પ્રજાપતિ નામના શખ્સને ઝડપી પાડયો છે.

fallbacks

JUNAGADH શહેરમાં કોરોના કાળ છતા ડાયરો, પૈસા અને નિયમો તમામના ધજાગરા ઉડ્યાં

પ્રવિણની પુછપરછ કરતા બાઈક ચોરીનું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે શખ્સને ઝડપી પાડી પોલીસ મથકે લાવી તેની સઘન પૂછપરછ કરી તો આ શખ્સે બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ અને ગાંધીધામ સહિતના જિલ્લામાંથી અન્ય 11 બાઈકો ચોર્યા હોવાનું સામે આવતા પોલીસ બાઈકો કબ્જે કરવા બાઈક ચોર પ્રવીણ પ્રજાપતિના ખેતરે પહોંચી કુલ 10 બાઈકો કબ્જે કરી હતી. જો કે એક બાઈક તેને તેના મિત્રને ચલાવવા આપતાં તે બાઈક ડીસા પોલીસે ડિટેઇન કરી હોવાનું સામે આવતા પોલીસે ચોરીના 10 બાઈકો કબ્જે કર્યા છે. 

Gujarat Corona Update: રાજ્યમાં વિકરાળ થતો કોરોના રાક્ષસ, આજે 3280 નવા કેસ,17 ના મોત

પોલીસે આરોપી પ્રવીણ પ્રજાપતિની પૂછપરછ કરતા આ પ્રવીણ દિયોદરમાં પેટ્રોલ પમ્પ પર નોકરી કરતા હોવાનું અને તે ફક્ત રાત્રે જ નહિ પરંતુ ધોળે દિવસે પણ બનાવટી ચાવીઓની મદદથી બાઈક ચોરીને અંજામ આપતો હતો. ત્યારે અત્યારે તો એસઓજીએ બાઈક ચોર પ્રવીણને 10 બાઈકો સાથે ઝડપી પશ્ચિમ પોલીસને સોંપ્યો છે. આ શખ્સ બનાવટી ચાવી ક્યાં બનાવતો તેમજ આ ચોંરીમાં પ્રવીણ સાથે કોઈ અન્ય સગરીતો સાંડોવયેલા છે કે નહીં કે પછી આ આરોપી પ્રવીણ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહિ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More