Home> Gujarat
Advertisement
Prev
Next

બાપરે...માત્ર 20 રૂપિયા માટે હત્યા! કાયદો-વ્યવસ્થાના લીરેલીરા, આરોપીઓનો ગુજરાત પોલીસને ખુલ્લો પડકાર

ડીસાના નેહરુનગર ટેકરા વિસ્તારમાં 3 દિવસ પહેલા નવીન માજીરાણા નામના 22 વર્ષીય યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યાની શંકાને આધારે તપાસ કરતા 4 શખ્સોએ ફક્ત 20 રૂપિયા મુદ્દે હત્યા કરી હોવાનું ખુલ્યું છે.

 બાપરે...માત્ર 20 રૂપિયા માટે હત્યા! કાયદો-વ્યવસ્થાના લીરેલીરા, આરોપીઓનો ગુજરાત પોલીસને ખુલ્લો પડકાર

અલ્કેશ રાવ/બનાસકાંઠા: ગુજરાતમાં હવે યૂપી-બિહારની જેમ સામાન્ય વાતોમાં ધોળા દિવસે હત્યાઓ થઈ રહી છે. ગુજરાતમાં આજે એક એવી ઘટના સામે આવી છે જેણે સાંભળીને તમને નવાઈ લાગશે. શું તમે ક્યારેય કોઈની 20 રૂપિયામાં હત્યા થઈ હોય તેવું સાંભળ્યું છે? પરંતુ આ ઘટના હકીકત છે. ડીસાના નેહરુનગર ટેકરા વિસ્તારમાં 3 દિવસ પહેલા થયેલી યુવકની હત્યા મુદ્દે મોટો ખુલાસો થયો છે. જેમાં 20 રૂપિયા આપવા મામલે 4 શખ્સોએ યુવકને છરાના ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે.

fallbacks

તમને જણાવી દઈએ કે, ડીસાના નેહરુનગર ટેકરા વિસ્તારમાં 3 દિવસ પહેલા નવીન માજીરાણા નામના 22 વર્ષીય યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યાની શંકાને આધારે તપાસ કરતા 4 શખ્સોએ ફક્ત 20 રૂપિયા મુદ્દે હત્યા કરી હોવાનું ખુલ્યું છે. પોલીસે 4 હત્યારાઓને ઝડપી પાડી બે હત્યારા કિશોર વયના હોઈ બાળ રિમાન્ડ હોમમાં મોકલી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

PK એ પોતાનું 'રિમોર્ટ' કોંગ્રેસને આપવાની ના પાડી, શું હવે ડૂબતી નૈયામાં સવાર થશે તેમના મિત્ર નરેશ પટેલ?

શું હતી સમગ્ર ઘટના?
ડીસા શહેરના નહેરૂનગર ટેકરા વિસ્તારમાં રહેતા બાબુભાઈ મગનભાઈ માજીરાણાનો દીકરો નવિન માજીરાણા ગત 26 મે ને ગુરૂવારની મોડી સાંજે ટેકરા વિસ્તારમાં આવેલી ઓવરહેડ પાણીની ટાંકી નજીકથી પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન પ્રકાશ ઉર્ફે પકો સોમજીભાઈ ઉર્ફે ટીકુભાઈ માજીરાણા અને પૃથ્વીરાજ કેશાજી માજીરાણા રસ્તામાં મળ્યાં હતાં. ત્યારે મૃતકે પ્રકાશ માજીરાણા પાસે 20 રૂપિયાની માંગણી કરી હતી. 

પરંતુ તેણે પાછા આપવાની ના પાડતા મૃતક યુવકે અપશબ્દો બોલતા મામલો બિચકાયો હતો. જેની અદાવતમાં 30 મે ની રાત્રે પ્રકાશ માજીરાણાએ અજાણી જગ્યાએ પાર્ટી કરવાનું કહીને મૃતકને સરકારી વસાહત પાછળના વ્હોળામાં લઈ ગયો હતો. જયાં પૂર્વ આયોજીત કાવતરા મુજબ અન્ય ત્રણ શખ્સો ઉભા હતાં. જ્યાં તેના પર ઉપરા છાપરી છરીના ઘા મારતા તે ઢળી પડ્યો હતો. જ્યારે હત્યારાઓએ હત્યા કરી ફરાર થઈ ગયા હતાં.

ધો. 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, જાણો A થી Z માહિતી

આ અંગે ડીસા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોધી તપાસ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર આરોપીઓને દબોચી હત્યાનો ભેદ ઉકેલી દેવામાં સફળતા મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More