Home> India
Advertisement
Prev
Next

Uttar Pradesh: અયોધ્યામાં ગર્ભગૃહનું નિર્માણ શરૂ, CM યોગીએ કહ્યું- રામ જન્મભૂમિ મંદિર રાષ્ટ્ર મંદિર બનશે

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. મંદિર નિર્માણ માટે આજે ઐતિહાસિક દિવસ છે. આજથી ગર્ભગૃહના નિર્માણનું કામ શરૂ થયું. સીએમ યોગી આદિત્યનાથે ગર્ભગૃહના નિર્માણ માટે આધારશીલા રાખી.

Uttar Pradesh: અયોધ્યામાં ગર્ભગૃહનું નિર્માણ શરૂ, CM યોગીએ કહ્યું- રામ જન્મભૂમિ મંદિર રાષ્ટ્ર મંદિર બનશે

અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. મંદિર નિર્માણ માટે આજે ઐતિહાસિક દિવસ છે. આજથી ગર્ભગૃહના નિર્માણનું કામ શરૂ થયું. સીએમ યોગી આદિત્યનાથે ગર્ભગૃહના નિર્માણ માટે ગર્ભગૃહનો પહેલો પથ્થર મૂક્યો. આ સાથે જ 29મી મેથી શરૂ થયેલા સર્વદેવ અનુષ્ઠાનું પણ સમાપન થયું. 

fallbacks

સીએમ યોગી આદિત્યનાથ હવે નિર્માણ સ્થળ પાસે બનેલા દ્રવિડ શૈલીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પણ સામેલ થવાના છે. અયોધ્યા રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે આજથી અધિરચનાનું કામ શરૂ થઈ રહ્યું છે. કામ પૂરા કરવા માટે 3 તબક્કાની સમયમર્યાદા છે. 2023 સુધીમાં ગર્ભગૃહ, 2024 સુધીમાં મંદિર નિર્માણ અને 2025 સુધીમાં મંદિર પરિસરમાં મુખ્ય નિર્માણ થશે. 

મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે કહ્યું કે છેલ્લા 500 વર્ષથી દેશના સાધુ સંત રામ મંદિર આંદોલન ચલાવી રહ્યા હતા. આજે તે તમામ લોકોના હ્રદયને આનંદ થયો હશે. ગર્ભગૃહની આધારશિલા રાખી દીધી છે. ગોરખનાથ પીઠની ત્રણ પેઢી આ મંદિર આંદોલન સાથે જોડાયેલી હતી. વધુમાં કહ્યું કે આજથી શિલાઓ મૂકવાનું કામ શરૂ થઈ જશે. મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર અયોધ્યા ધામમાં તૈયાર થશે એ દિવસ હવે બહુ દુર નથી. આ મંદિર ભારતનું રાષ્ટ્ર મંદિર હશે. તેમણે કહ્યું કે પીએમ મોદીનું સપનું સાકાર થઈ રહ્યું છે. સત્ય અને ન્યાયના રસ્તે વિજય મળે છે. બે વર્ષ પહેલા મંદિરનું પીએમ મોદીએ ભૂમિ પૂજન કર્યું હતું. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More