Demolition Operation: મહેમુદ પઠાણ ઉર્ફે લલ્લુ બિહારીની તસવીર સામે આવી ગઈ છે. જેના વિશે અનેક મોટા ખુલાસાઓ થયા છે. લાલા બિહારીએ 2 હજાર વારમાં ગેરકાયદેસર રિસોર્ટ બનાવ્યો હતો. તળાવમાં બનાવેલા રિસોર્ટમાં સ્વિમિંગ પુલ અને પાર્ટીઓ માટેની જગ્યા પણ બનાવવામા આવી હતી. રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, ગાર્ડન, અને ફુંવારા જોવા મળ્યા હતા. લાલા ઉર્ફે બિહારી મેહબૂબ પઠાણ, કાળું મોમીનના ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવ્યા છે. મેહબૂબ પઠાણની સામે ફ્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. બાંગ્લાદેશીઓને ભાડા કરાર કરાવતો હતો અને બોગસ ભાડા કરાર કરીને દસ્તાવેજ કરાવતો હતો.
મહિલાઓ પાસે કરાવતો દેહવ્યાપાર
અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મહેમૂદ પઠાણને લઈ મોટો ખુલાસો કર્યો હતો. લાલુ બિહારીએ અનેક ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપ્યો હતો. ઓપરેશન શરૂ થાય તે પહેલા જ લાલુ બિહારી ભાગી છૂટ્યો હતો. તે બાંગ્લાદેશી મહિલાઓને દેહવિક્રયમાં ધકેલતો હતો. બાંગ્લાદેશી મહિલાઓને દેહ વેચવા માટે મજબૂર કરતો હતો. મહેમૂદ પઠાણ બાંગ્લાદેશી મહિલાઓની મજબૂરીનો ફાયદો ઉઠાવતો હતો. પોલીસે રિસોર્ટમાંથી શંકાસ્પદ બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. લાલુ બિહારી CAAના વિરોધ પ્રદર્શનમાં પોલીસ પર હુમલાનો આરોપી છે.
દબાણ માફિયા લાલા બિહારીના ફાર્મ હાઉસ પર AMCની ટીમ અને અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમ પહોંચી હતી. મહેમૂદ પઠાણ ઉર્ફે લાલા બિહારીનું ગેરકાયદે ફાર્મ હાઉસ જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. મહેમૂદ પઠાણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. એક વ્યકિત દીઠ મહેમૂદ પઠાણ 10થી 15 હજાર વસૂલતો હતો. તમને જણાવી દઈએ કે ડિમોલિશનની શરૂઆત મહેમુદ પઠાણ ઉર્ફે લાલા બિહારીના ફાર્મથી કરવામાં આવી હતી.
આ રીતે કરતો લાલા બિહારી કરોડોની કમાણી
'મિની બાંગ્લાદેશ' તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓપરેશન ક્લિન શરૂ કર્યું છે. જેમાં ચંડોળા તળાવ પર ગેરકાયદે અડ્ડો જમાવીને બેઠેલો લલ્લુ બિહારી હાલ ભાગી ગયો છે. મોંઘીદાટ ગાડીઓ અને વાહનો મૂકી લલ્લુ બિહારી ફરાર થયો છે. જે મિનિ બાંગ્લાદેશનો માસ્ટરમાઇન્ડ ગણાતો હતો. તે પાર્કિંગના નામે ઉઘરાણા કરતો હતો. તે ઉપરાંત મહેમુદ પઠાણ વ્યાજનો ધંધો કરતો હતો. મહેમુદ પઠાણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને બોગસ દસ્તાવેજ બનાવી આપતો હતો. મહેમુદ પઠાણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. તળાવમાં બામ્બુ પર ગેરકાયદે મકાનો બનાવી દેવાયા હતા. બામ્બુ પર તળાવના કારણે અડધુ તળાવ પૂરાઈ ગયું હતું. તે સિવાય લાલા બિહારી લોકો પાસેથી મકાનના ભાડા ઉઘરાવતા હોવાના પુરાવા મળ્યા છે.
કોણ છે લલ્લા બિહારી?
મહેમુદ પઠાણ નામનો વ્યક્તિ લલ્લા બિહારી તરીકે ફેમસ હતો. લલ્લા બિહારીએ ચંડોળા તળાવ પાસેની જગ્યામાં આલિશાન ફાર્મહાઉસ ઉભું કર્યુ હતું. લલ્લા બિહારી ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. બાંગ્લાદેશના લોકોને જગ્યા ભાડે આપતો હતો. પશ્ચિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને લાવતો હતો. ગુજરાતના ખોટા દસ્તાવેજ બનાવી આપતો હતો. બોગસ ડોક્યુમેન્ટ, દસ્તાવેજના આધારે અમદાવાદના દસ્તાવેજ તૈયાર કરાવતો હતો. બાંગ્લાદેશી મહિલાઓનું શોષણ કરીને દેહ વ્યાપારમાં ધકેલતો હતો.
ZEE 24 કલાક પાસે લાલા બિહારીની કુંડળી આવી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે