Home> India
Advertisement
Prev
Next

પહેલગામ હુમલા પાછળ પાકિસ્તાની સેનાનો હાથ!, હુમલાખોર હાશિમ મુસા પર મોટો ખુલાસો

Jammu Kashmir Terror Attack: પહેલગામ આતંકી હુમલા માટે જવાબદાર ત્રણ આતંકીઓમાંથી એક હાશિમ મુસાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. તે અગાઉ પાકિસ્તાન આર્મીના સ્પેશિયલ ફોર્સ એસએસજીના કમાન્ડો હતા.

પહેલગામ હુમલા પાછળ પાકિસ્તાની સેનાનો હાથ!, હુમલાખોર હાશિમ મુસા પર મોટો ખુલાસો

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા માટે જવાબદાર ત્રણ આતંકીઓની ઓળખ કરવામાં આવી હતી, તેમાં લી ભાઈ અને આદિલ હુસૈન ઠોકરની સાથે હાશિમ મૂસા ફર્ફે સુલેમાનનું નામ સામેલ હતું. આતંકી હાશિમ મૂસા વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. તેનું પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું છે.

fallbacks

સૂત્રો પ્રમાણે પાકિસ્તાની મૂળનો હાશિમ મૂસા ઉર્ફે આસિફ ફૌજી ઉર્ફે સુલેમાન પહેલા પાકિસ્તાની સેનાની સ્પેશિયલ ફોર્સ એસએસજી (સ્પેશિયલ સિક્યોરિટી ગ્રુપ) કમાન્ડો હતો. પાકિસ્તાની સેનામાં રહેવાને કારણે તેને આસિફ ફૌજીના નામથી પણ ઓળખવામાં આવતો હતો. સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે કે એક-દોઢ વર્ષ પહેલા જે ગ્રુપે પુંછ રાજૌરીમાં ઘૂષણખોરી કરી હતી, શું તે એ છે. ડિસેમ્બર 2023મા પુંછમાં સેનાના કાફલા પર હુમલો થયો અને સૈનિકોના મૃતદેહ વિક્ષત કરી દેવામાં આવ્યા હતા. આ ગ્રુપની આ કરતૂત હોઈ શકે છે.

ત્રણ આતંકવાદીઓની થઈ ઓળખ
આ હુમલામાં ત્રણ આતંકીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબૂ તલ્હા તરીકે થઈ છે. આ આતંકી 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) નામના આતંકી સંગઠન સાથે જોડાયેલા છે, જે પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબાની એક શાખા છે. આ લોકોએ પહેલગામથી 6 કિલોમીટર દૂર આવેલા બૈસરનમાં ફરવા આવેલા પર્યટકો પર ગોળીઓ ચલાવી હતી.

આ પણ વાંચોઃ રક્ષામંત્રી ખ્વાજા આસિફનું એક નિવેદન ભારે પડ્યું, વૈશ્વિક મંચ પર ખુલ્લું પડ્યું PAK

જાણો કોણ હતો પહેલગામ હુમલાનો મુખ્ય ષડયંત્રકારી
સુરક્ષા એજન્સીઓએ લશ્કર-એ-તૈયબાના મોટા આતંકી સૈફુલ્લાહ કસૂરી ઉર્ફે ખાલિદને આ હુમલાનો મુખ્ય ષડયંત્રકાર ગણાવ્યો છે. તપાસ એજન્સીઓને તે પણ જાણવા મળ્યું કે આ આતંકીઓના ડિજિટલ ફુટપ્રિન્ટ પાકિસ્તાનના મુઝફ્ફરાબાદ અને કરાચીના સુરક્ષિત ઠેકાણા સાથે જોડાયેલા છે, જેનાથી સરહદ પાર આતંકી ષડયંત્રની પુષ્ટિ થાય છે.

સેનાના કપડા પહેરી આવ્યા હતા આતંકી
આ હુમલા બાદ સુરક્ષા દળોને જણાવ્યું કે પાંચથી છ આતંકી સેના જેવા કપડા અને કુર્તા-પાયજામા પહેરી આસપાસના ગાઢ જંગલોથી આવ્યા હતા અને તેની પાસે એકે-47 જેવા હથિયાર હતા. હુમલા બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને આતંકી ગતિવિધિઓમાં સામેલ રહેતા સ્થાનિક આતંકીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More