Home> Gujarat
Advertisement
Prev
Next

માથાભારે પત્ની પતિને ધક્કા મારતી ઘરે લઈ ગઈ, કહ્યું- આજ તો તુજે પૂરા કર દૂંગી અને પછી...

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં રહેતા સુનિલ દિવાકર નામના યુવકે આ મામલે ફરિયાદ નોંધાવી છે. 22 મી ઓગસ્ટના રોજ સાંજના સમયે ફરિયાદી ઘરે હતા. ત્યારે પત્નીએ જણાવ્યુ હતું કે, અનિલભાઈ દિવાકરના ઘરે કઈંક થયું છે

માથાભારે પત્ની પતિને ધક્કા મારતી ઘરે લઈ ગઈ, કહ્યું- આજ તો તુજે પૂરા કર દૂંગી અને પછી...

ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદનાં પૂર્વ વિસ્તાર એવા કૃષ્ણનગરમાં પત્નીએ જ પતિની હત્યાને અંજામ આપ્યો છે. ખુબ જ દારૂ પીવાની ટેવ ધરાવતા પતિનું ગળું દબાવી પત્નીએ મોતને ઘાટ ઉતાર્યો અને હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે પ્રયાસો કર્યા. જોકે પીએમ રિપોર્ટે હત્યા થઈ હોવાનો ખુલાસો થતા જ હત્યારી પત્નીનો ભાંડો ફૂટી ગયો છે. ત્યારે આ મામલે મૃતક યુવકના ભાઈએ ભાભી સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે.

fallbacks

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં રહેતા સુનિલ દિવાકર નામના યુવકે આ મામલે ફરિયાદ નોંધાવી છે. 22 મી ઓગસ્ટના રોજ સાંજના સમયે ફરિયાદી ઘરે હતા. ત્યારે પત્નીએ જણાવ્યુ હતું કે, અનિલભાઈ દિવાકરના ઘરે કઈંક થયું છે, જલ્દી ચલો. જેથી ફરિયાદી પત્ની સાથે અનિલ દિવાકરના ઘરે ગયા હતા. જ્યાં અનિલ દિવાકર સીડી પર પડ્યો હતો, જેથી ભાઈને ઉઠાડવાનો પ્રયાસ કરતા તે ઉઠ્યો નહોતો અને તેના મોઢામાંથી લોહી નીકળતું હોવાથી 108 માં ફોન કર્યો હતો. સારવાર માટે લઈને જતા ડોકટરે અનિલ દિવાકરને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો:- સરકારી શાળાના વિદ્યાર્થીઓ પણ આપશે ખાનગી શાળાના બાળકોને ટક્કર, શરૂ કરાઈ આ વ્યવસ્થા

પતિએ આત્મહત્યા કરી હોવાની વાત કરતા તે સમયે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. અનિલ દિવાકરની પત્ની મંગલા રડતી હોવાથી ફરિયાદીએ તેને કઈ પૂછ્યું નહોતું. 108 ના તબીબે યુવકને મૃત જાહેર કરતા પોલીસ બોલાવવામાં આવી હતી. જ્યાં અનિલની પત્ની મંગલાને પૂછતા તેણે જણાવ્યું હતું કે અનિલે ઉપરના રૂમની બારીમાં ચાદર ભરાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. જેથી ફરિયાદી પોલીસ સાથે ઉપરના રૂમમા જઈને જોતા ત્યાં બારીમાં ચાદર લગાવેલી જોવા મળી હતી. જે બાદ પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો. પરિવારે યુવકની અંતિમવિધી કરી હતી.

આ પણ વાંચો:- પરિવારમાં નાની નાની બાબતોનું રાખો ધ્યાન, ક્યારેય કોઈનો માળો ના વિખાઈ જાય

નાના ભાઈની અંતિમવિધી પૂરી કર્યા બાદ સુનિલ દિવાકર ઘરે આવતા ચાલીમાં રહેતા સન્ની કશ્યપ તથા મદનસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે 22 મી ઓગસ્ટના રોજ રાતના સમયે તેઓ ચાલીના નાકે ઉભા હતા. ત્યારે અનિલ પણ ત્યાં બેઠો હતો. તે સમયે તેની પત્ની મંગલા ત્યાં બૂમાબૂમ કરતી આવી હતી અને અનિલને લાફા મારી આજ તો તુજે પૂરા કર દૂંગી તેમ કહી ધક્કા મારતી ઘરે લઈ ગઈ હતી. જેથી ફરિયાદીને નાના ભાઈએ આત્મહત્યા કરી હોવાની વાત ખોટી ઉભી કરાઈ હોવાની શંકા જતા પોલીસને જાણ કરવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો:- કાળમુખો બુધવાર: એક દિવસમાં 7 ના મોત, નદીમાં તણાતા 2 લાપતા; જાણો ક્યાં કઈ બની ઘટના

પીએમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા થઈ હોવાનો ખુલાસો પોલીસ મથકે પહોંચતા જ ફરિયાદીને જણાવવામાં આવ્યું હતું કે, નાના ભાઈ અનિલનું ગળું દબાવવાથી મોત થયું છે અને તેના શરીરે મૂઢ માર માર્યો હોવાથી ઇજાઓ થઈ હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે. જેથી આ મામલે નાના ભાઈની પત્નીએ રાતના સમયે ઝઘડો કરીને ભાઈની હત્યા કરી હોવાનું ધ્યાને આવતા આ મામલે કૃષ્ણનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારણ પત્નીની ધરપકડ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More