નોઇડાઃ એડિફિસ કંપનીના ઈન્ડિયન બ્લાસ્ટર ચેતન દત્તા નોઇડાના ટ્વિન ટાવરના બ્લાસ્ટનું ફાઇનલ બટન દબાવશે. તેમણે ન્યૂઝ એજન્સી આઈએનએસ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે તે ટ્વિન ટાવરના બ્લાસ્ટનું ફાઇનલ બટન દબાવશે અને આ સાથે બ્રિક્સમેન અને છ લોગો 100 મીટરના અંતરમાં તે દરમિયાન હાજર રહેશે. તેમણે આ પ્રોસેસ વિશે જણાવ્યું કે પહેલા બોક્સને ચાર્જ કરવામાં આવશે અને ત્યારબાદ બટન દબાવવામાં આવશે. ત્યારબાદ આશરે 9500 ડી લેયર્સમાં કરન્ટ પહોંચાડવામાં આવશે અને બ્લાસ્ટ શરૂ થઈ જશે.
તેમણે જણાવ્યું કે 9 સેકેન્ડમાં બ્લાસ્ટ થશે. આશરે 13થી 15 સેકેન્ડમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ જશે. બ્લાસ્ટ ડી લેયર્સ પ્રમાણે થશે, પરંતુ જોવામાં લાગશે કે બ્લાસ્ટ એક સાથે બંને બિલ્ડિંગમાં થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે મેં છેલ્લા 20 દિવસમાં એક્સપ્લોસિવ લોડ કરવાનું કામ કર્યું છે. મને લાગે છે કે કોઈ પ્રકારની સમસ્યા થશે નહીં અને એકસો એક ટકા તે બિલ્ડિંગને પાડવામાં સફળ રહેશે. તેમણે કહ્યું કે આસપાસની કોઈ બિલ્ડિંગને નુકસાન પહોંચવાની શક્યતા નથી.
આ પણ વાંચોઃ સોનાલી ફોગાટના મોતની ઘટનામાં ગોવા પોલીસે દાખલ કર્યો હત્યાનો કેસ
ટાવર ધરાશાયી કરવાની તૈયારી પૂરી
નોંધનીય છે કે નોઇડામાં સુપરટેકના ટ્વિન ટાવરને પાડવાની તૈયારી પૂરી કરી લેવામાં આવી છે. તેના કારણે એમરાલ્ડ કોર્ટમાં ફ્લેટમાં હવે બારીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. એમરોલ્ડ કોર્ટના નિવાસીઓને એક ફોર્મ સોસાઇટી તરફથી આપવામાં આવ્યું છે જેમાં નિવાસીઓએ પોતાનો ફ્લેટ ખાલી કરતા પહેલા ફ્લેટ ડિટેલ્સની સાથે ફોર્મમાં લખેલા નિયમોને પૂરા કરવા પડશે.
ફોર્મમાં લખેલા નિયમો પ્રમાણે નિવાસીઓએ પોતાના બારી-દરવાજા બંધ કરવા પડશે. પોતાની એસી અને ચિમની બ્લોકને સંપૂર્ણ રીતે સીલ કરવા પડશે. ગેસ કનેક્શન બંધ કરવું પડશે અને સાથે પોતાની લાઇટને પણ બંધ કરવી પડશે.
આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી જીતવા ભાજપનો પ્લાન, આ વ્યક્તિને મળી UP BJPની કમાન
ટાવર પાડ્યા બાદ ત્યાં બનશે પાર્ક
ટ્વિન ટાવરમાં બ્લાસ્ટ બાદ નિકળનાર કાટમાળને સાફ કરી ત્યાં પાર્ક બનાવવામાં આવશે. એમરાલ્ડનો જે નકશો નોઇડા ઓથોરિટીની પાસે છે, તેમાં બંને ટાવરના સ્થાન પર ગ્રીનહરીને દેખાડવામાં આવી છે. તે નક્કી કરવામાં આવ્યું છે કે ટાવર પાડ્યા બાદ ત્યાં પાર્ક બનાવવામાં આવશે.
ટ્વિન ટાવર દેશનો સૌથી ઉંચો ટાવર છે, જેને પાડી દેવામાં આવશે. આ પહેલા વિદેશોમાં આવા ઘણા ઉંચા ટાવરને ધરાશાયી કરવામાં આવ્યા છે. આ પહેલા ન્યૂયોર્કની સિંગર બિલ્ડિંગ, જે 187 મીટર ઉંચી હતી, જેમાં 47 માળ હતા, તેને પાડી દેવામાં આવી હતી. જોહનિસબર્ગમાં પણ 108 મીટર ઉંચી ઈમારતને ધ્વસ્ત કરી દેવામાં આવી હતી. ટ્વિન ટાવરને ધ્વસ્ત કર્યા બાદ આશરે 60 હજાર ટન કાટમાળ નિકળશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ ટાવરને ધરાશાયી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે