Home> Gujarat
Advertisement
Prev
Next

સામાન્ય ઝઘડો બન્યો હિંસક, પત્નીની લાશ કોથળામાં પેક કરી રાત વિતાવી અને પછી...

લગ્ન માટે દલાલોનો ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ લગ્ન બાદ કૌશલ્યા લીખારામ સાથે સારૂ વર્તન કરતી ન હતી. અવાર-નવાર ઝગડાઓ કરતી હતી.

સામાન્ય ઝઘડો બન્યો હિંસક, પત્નીની લાશ કોથળામાં પેક કરી રાત વિતાવી અને પછી...

તેજશ મોદી, સુરત: પતિ અને પત્ની વચ્ચે થતાં સામાન્ય ઝઘડા ક્યારેક હિંસક રૂપ પણ લઈ લેતાં હોય છે, જેમાં એક બીજાની હત્યા સુધીનું પગલું ભરી લેવાતું હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. સુરતના પુણા વિસ્તારના મુક્તિધામ સોસાયટી વિસ્તારમાં અઠવાડિયા પહેલા પત્નીની હત્યા કરીને લાશને રૂમમાં સંતાડીને ભાગી જનાર આરોપી પતિની પુણા પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. 

fallbacks

અત્રે ઉલ્લેખનિય છે કે, દલાલો મારફત લગ્ન કરનાર યુવકને પત્નીએ માર મારતા પત્નીનું ગળું દબાવી હત્યા કરી, લાશ કોથળામાં પેક કરીને એક રાત સાથે ઉંઘ્યો હતો. ત્યારબાદ વતન રાજસ્થાન ભાગી ગયો હતો. 

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનો નીમ્બાલી ગામનો વતની લીખારામ ઉર્ફ લક્ષ્મણ કેશારામ ચૌધરી હાલ સુરતમાં અર્ચના સ્કૂલ પાસે મુક્તિધામ સોસાયટીમાં મકાન નંબર 650ની ટેરેસવાળી રૂમમાં રહેતો હતો. તેના થોડા મહિનાઓ પહેલા જ દલાલોના માધ્યમથી કૌશલ્યા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. તે માટે દલાલોનો ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ લગ્ન બાદ કૌશલ્યા લીખારામ સાથે સારૂ વર્તન કરતી ન હતી. અવાર-નવાર ઝગડાઓ કરતી હતી. 

આ દરમિયાન 2-3 ડિસેમ્બરની રાત્રે કૌશલ્યાએ લીખારામને માર માર્યો હતો. તેથી લીખારામને અપમાન જેવું લાગતું હતું. તેના મનને આ વાત લાગી આવી હતી. તે આખી રાત સુતો ન હતો. સવાર-સવારમાં લીખારામે કૌશલ્યા સુતેલી હતી ત્યારે દોરીથી કૌશલ્યાનું ગળું દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ લાશને કોથળામાં પેક કરી દીધી હતી. ત્રણ તારીખની રાત્રે કોથળાને બાજુમાં રાખીને જ સૂઈ ગયો હતો. ચાર તારીખે સવારે તે લાશવાળો કોથળો ત્યાં જ મુકીને રૂમ ખાલી કરીને નાસી ગયો હતો. પુણા પોલીસે ગુનો દાખલ કરીને આરોપી પતિને અઠવાડિયા બાદ રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More