શૈલેષ ચૌહાણ/ સાબરકાંઠા: હિંમતનગર જિલ્લા પોલિસ વડા કચેરી સામે મહિલાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. 108 દ્વારા મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા તજવીજ હાથ ધરાઈ હતી. હિંમતનગર બી ડીવીઝન અને ડીવાયએસપીનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠાના હિંમતનગર જિલ્લા પોલીસ વડા કચેરી સામે મહિલાએ સાતમે માળથી નીચે પડતું મુક્યું હતું. બપોરના સમયે શહેરની અજાણી મહિલા દોડતી દોડતી સાતમે માળ પહોંચી ગઈ હતી. અગમ્ય કારણોસર સાતમા માળની બારીમાંથી પડતું મુકતા મહિલાનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો:- જાપાનમાં મોત સામે ઝઝૂમી રહેલા ગુજરાતી યુવક માટે પરિવારે મદદનો હાથ લંબાવ્યો
જો કે, ઘટનાની જાણ થતા જ હિંમતનગર બી ડીવીઝન અને ડીવાયએસપીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મહિલાના આપઘાત પાછળનું કારણ તેમજ મહિલા કોણ છે તે અંગેની વધુ તપાસ શરૂ કરી હતી. જો કે, પોલીસ દ્વારા 108 ને બોલાવી મહિલાના મૃતદેહને પોસ્ટ માર્ટમ માટે ખસેડવાની પણ તજવીજ હાથ ધરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે