Home> World
Advertisement
Prev
Next

NASA એ મંગળ પર રચ્યો ઈતિહાસ, Ingenuity હેલિકોપ્ટરે ભરી પ્રથમ ઉડાન

Ingenuity હેલિકોપ્ટરે મંગળ ગ્રહના જેજેરો ક્રેટરમાં બનેલા એક અસ્થાયી હેલિપેડથી ઉડાન ભરી, આ ધરતી સિવાય પ્રથમવાર કોઈ બીજા ગ્રહ પર હેલિકોપ્ટરની ઉડાન છે. 

NASA એ મંગળ પર રચ્યો ઈતિહાસ, Ingenuity હેલિકોપ્ટરે ભરી પ્રથમ ઉડાન

વોશિંગટનઃ અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા (NASA) ના પરસેવેરેન્સ રોવરની સાથે મંગળ પર પહોંચેલા Ingenuity હેલિકોપ્ટરે ઉડાન ભરીને ઈતિહાસ રચી દીધો છે. આશરે 6 વર્ષની મહેનત બાદ બનાવવામાં આવેલા આ હેલિકોપ્ટરની લાલ ગ્રહ પર થનાર પ્રથમ ઉડાનને લઈને દુનિયામાં ઉત્સુકતાનો માહોલ હતો. નાસાએ ઘણી ચેનલો દ્વારા આ ઐતિહાસિક ઘટનાનું લાઇવ પ્રસારણ કર્યું છે. 

fallbacks

નાસા કરશે લાઇવ સ્ટ્રીમિંગ
Ingenuity હેલિકોપ્ટરે મંગળ ગ્રહના જેજેરો ક્રેટરમાં બનેલા એક અસ્થાયી હેલિપેડથી ઉડાન ભરી, આ ધરતી સિવાય પ્રથમવાર કોઈ બીજા ગ્રહ પર હેલિકોપ્ટરની ઉડાન છે. આ મિશનને નાસાના કેલિફોર્નિયા સ્થિત જેટ પ્રોપલ્સન લેબોરેટરી લાઇવ સ્ટ્રીમિંગ કરી રહી છે. 

મંગળના પાતળા વાતાવરણમાં ઉડશે ઇનજીનિટી
નાસાના Ingenuity સ્વાયત રૂપથી પોતાની ઉડાનનું સંચાલન કર્યુ. લગભગ 1.8 કિલોના આ રોટરક્રાફ્ટે પોતાના ચાર કાર્બન ફાઇબર બ્લેડના સહારે ઉડાન ભરી. જેની બ્લેડ 2400 રાઉન્ડ પ્રતિ મિનિટના દરે ફરી શકે છે. આ સ્પીડ ધરતી પર રહેલ હેલિકોપ્ટરની બ્લેડની રોટેટિંગ સ્પિડથી લગભગ 8 ગણી વધુ છે. એવું એટલા માટે કારણ કે મંગળનું વાતાવરણ ધરતીની તુલનામાં 100 ગણું વધુ પાતળુ છે. 

ઇનજીનિટી નામનું આ હેલિકોપ્ટર મંગળ ગ્રહના તે સ્થળથી આંકડાને લાવવામાં સક્ષમ હશે, જ્યાં પર રોવર પહોંચી શકતુ નથી. હેલિકોપ્ટરના ઉડાન ભરવાની તારીખ પહેલા 11 એપ્રિલ નક્કીવ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ ટેક્નિકલ કારણોસર ઉડાનો રોકવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More