Home> Gujarat
Advertisement
Prev
Next

પાકિસ્તાનના આતંક પર બોલ્યા ટ્રમ્પ, તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું મોટેરા

નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, તે કટ્ટર ઇસ્લામિક આતંકવાદ વિરુદ્ધ જંગમાં ભારતની સાથે છે. તેમણે કહ્યું કે, ભારત અને અમેરિકા બંન્ને જ પોતાના નાગરિકોને ઇસ્લામિક આતંકવાદથી બચાવી રહ્યાં છે. 
 

પાકિસ્તાનના આતંક પર બોલ્યા ટ્રમ્પ, તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું મોટેરા

અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદમાં ઇસ્લામિક આતંકવાદ અને પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. મોટેરા સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' ઇવેન્ટ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમારો દેશ ઇસ્લામિક આતંકવાદનો શિકાર રહ્યો છે, જેની વિરુદ્ધ અમે લડાઈ લડી છે. અમેરિકાએ પોતાના એક્શનમાં આઈએસઆઈએસને ખતમ કર્યું અને અલ બગદાદીનો ખાતમો કર્યો છે. 

fallbacks

પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યાં છીએ, પાકિસ્તાન પર પણ અમેરિકાએ દબાવ બનાવ્યો છે. પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધ પગલાં ભરવા પડશે. અમેરિકા અને ભારત આતંકવાદીઓને રોકવા અને તેની વિચારધારાને લડવા માટે સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, કાર્યકાર સંભાળ્યા બાદ પાકિસ્તાન સરહદ પર સંચાલિત થતાં આતંકી સંગઠન અને આતંકવાદીઓ પર પગલા ભગવા માટે અમે પાકિસ્તાન પર દબાવ બનાવ્યો છે. તેની ઘણી સકારાત્મક અસર પડી છે. 

પાકિસ્તાનની પ્રશંસા પણ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, પાકિસ્તાનની સાથે અમારા સંબંધ ખુબ સારા છે. આ પ્રયાસો માટે આભાર. અમે પાકિસ્તાનની સાથે મોટી પ્રગતિના સંકેત જોવા લાગ્યા છે અને અમે તણાવ ઓછો કરતા, સ્થિરતા લાવવા અને દક્ષિણ એશિયાના તમામ દેશો વચ્ચે સદ્ભાવના ભવિષ્ય માટે આશાવાદી છીએ. 

પીએમ મોદીને ગણાવ્યા ગાઢ મિત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હું હિન્દુસ્તાનના મોટા ચેમ્પિયનનું હ્રદયથી આભાર વ્યક્ત કરતા શરૂઆત કરુ છું, જે દિવસ રાત પોતાના દેશ માટે કામ કરવામાં લાગેલા છે. પીએમ મોદીને સાચા મિત્ર ગણાવતા ગર્વનો અનુભવ કરુ છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More