Home> Gujarat
Advertisement
Prev
Next

‘ક્રાઈમ સિટી’ સુરતમાં વધુ એક હત્યા, વહેલી સવારે યુવકની લાશ મળી

સુરતમાં હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. જેને જોતા લાગી રહ્યું છે કે, ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટીની સાથે ક્રાઈમ સિટીની પણ ઉપમા સુરતને આપવી પડે તેવી હાલત થઈ છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી છે. મરનાર યુવકનું નામ અભિષેક વામનવાન હોવાનું સામે આવ્યું છે.

‘ક્રાઈમ સિટી’ સુરતમાં વધુ એક હત્યા, વહેલી સવારે યુવકની લાશ મળી

તેજસ મોદી/સુરત :સુરતમાં હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. જેને જોતા લાગી રહ્યું છે કે, ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટીની સાથે ક્રાઈમ સિટીની પણ ઉપમા સુરતને આપવી પડે તેવી હાલત થઈ છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી છે. મરનાર યુવકનું નામ અભિષેક વામનવાન હોવાનું સામે આવ્યું છે.

fallbacks

ગુજરાત સરકારનો મહત્વનો આદેશ, હવે સવર્ણ શબ્દ લખાય કે બોલાય નહિ

સુરતના ડિંડોલીની માનસી રેસિડન્સી પાસેની આ ઘટના બની છે. ડિંડોલી વિસ્તારમાં એક યુવકની લાશ પડી હોવાનું પોલીસને જણાવવામાં આવ્યું હતું. જેને પગલે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં ખૂલ્યું કે, મરનાર યુવકનું નામ અભિષેક વામનવાન છે. તેના પરિવારજનોને તેના વિશે જાણ કરવામાં આવી હતી. જોકે, કયા કારણોસર તેની હત્યા કરવામાં આવી છે તેની માહિતી હજુ મળી નથી. અભિષેકને કોઈની સાથે વેર હતું કે, તેનો કોઈની સાથે ઝઘડો થયો હોય તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More