Home> India
Advertisement
Prev
Next

કર્ણાટક: ડીકે શિવકુમારે બળવાખોરો માટે કહ્યું- ‘રાજકારણમાં એક સાથે જન્મ્યા, સાથે મરશું’

કર્ણાટકનો રાજકીય ડ્રામા હવે મુંબઇ શિફ્ટ થઇ ગયો છે. અહીં રેનિસન્સ હોટલમાં રોકાયેલા 11 બળવાખોર ધારાસભ્યોથી મળવા પહોંચ્યા વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને કર્ણાટક સરકારમાં મંત્રી ડીકે શિવકુમારે બળવાખોર માટે કહ્યું કે, અમે એક સાથે રાજકારણમાં જન્મ્યા છીએ અને એક સાથે જ મરશું.

કર્ણાટક: ડીકે શિવકુમારે બળવાખોરો માટે કહ્યું- ‘રાજકારણમાં એક સાથે જન્મ્યા, સાથે મરશું’

મુંબઇ: કર્ણાટકનો રાજકીય ડ્રામા હવે મુંબઇ શિફ્ટ થઇ ગયો છે. અહીં રેનિસન્સ હોટલમાં રોકાયેલા 11 બળવાખોર ધારાસભ્યોથી મળવા પહોંચ્યા વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને કર્ણાટક સરકારમાં મંત્રી ડીકે શિવકુમારે બળવાખોર માટે કહ્યું કે, અમે એક સાથે રાજકારણમાં જન્મ્યા છીએ અને એક સાથે જ મરશું. ડીકે શિવકુમાર જેડીએસ ધારાસભ્ય શિવાલિંગે ગૌડાની સાથે જ્યારે રેનિસન્સ હોટલમાં રોકાયેલા બળવાખોર ધારાસભ્યોથી મળવા ગયા તો હોટલના ગેટ પર પોલીસે તેમને અટકાવ્યા હતા. તે પહેલા બળવાખોર ધારાસભ્યોએ શિવકુમારથી તેમના જીવને જોખમ હોવાનું જણાવી પોલીસ સુરક્ષાની અપીલ કરી હતી. તેને લઇ સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ કારણથી પોલીસે તેમને હોટલમાં જવાથી અટકાવ્યા છે. આ વચ્ચે હોટલ બહાર હાજર બળવાખોર ધારાસભ્યોના સમર્થકોએ શિવકુમાર ‘પાછા જાઓ’ ‘પાછા જાઓ’ના નારા પણ લગાવ્યા.

fallbacks

વધુમાં વાંચો:- હાથમાં રિવોલ્વર અને જામ સાથે ડાન્સ કર્યો ધારાસભ્યએ, Video થયો Viral

તેના પર ડીકે શિવકુમારે કહ્યું, મે એક રૂમ હોટલમાં બુક કરાવ્યો ચે. મારા મિત્ર અહીં રોકાયા છે. નાની સમસ્યા છે, વાતચીત માટે આવ્યો છું. અમે તત્કાલ તલાકની વાત કરી શકતા નથી. અહીં કોઇને ધમકાવવાનો સવાલ જ ઉભો થતો નથી. અમે એકબીજાને પ્રેમ અને સન્માન કરીએ છે.

વધુમાં વાંચો:- કર્ણાટક Live: ડીકે શિવકુમાર બળવાખોર ધારાસભ્યોને મળવા પહોંચ્યા મુંબઇ, પોલીસે અટકાવ્યા

આ પહેલા આ મુદ્દે શિવકુમારે કહ્યું હતું કે, મુંબઇ પોલીસઅથવા કોઇપણ અન્ય સુરક્ષા દળને તૈનાત કરી દો. તેમને તેમની ડ્યૂટી કરવા દો. અમે અમારા મિત્રોને મળવા આવ્યા છે. અમારા લોકોનો જન્મ એક સાથે રાજકારણમાં થયો અને અમે એક સાથે જ રાજકારણમાં મરશું. તે અમારી પાર્ટીના લોકો છે. અમે તેમને મળવા આવ્યા છીએ.

વધુમાં વાંચો:- ગોવા જવા નિકળેલા કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો હરીફરીને પાછા મુંબઈ આવી ગયા

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના કોંગ્રેસ-જેડીએસના બળવાખોર 11 ધારાસભ્યો મુંબઇના રેનિસન્સ હોટલમાં રોકાયા છે. આ વચ્ચે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય સામે શેખરે Zee Media સાથે વાત કરતા કહ્યું કે, તેમણે માત્ર ધારાસભ્ય પદથી રાજીનામુ આપ્યું છે અને તેઓ કોંગ્રેસ પાર્ટીના નેતા છે.

વધુમાં વાંચો:- રાજસ્થાનમાં 150 મહિલા પ્રોફેસરોને ફોન પર બળાત્કારની ધમકી, પોલીસ પણ મુંઝવણમાં

તેમણે કહ્યું કે, અમે કોંગ્રેસ પાર્ટીમાં જ છીએ. રાજીનામુ પરત લઇશું નહીં. મુખ્યમંત્રી કુમારસ્વામીની સરકાર બચશે નહીં. અમે કુલ 11 લોકો અને વધુ 2 ધારાસભ્યો એકજૂટ છે. અમારા નિર્ણય પર અડગ છીએ. અમારી આગામી રણનીતિ તૈયાર કરી રહ્યાં છીએ. ઉલ્લેખનીય છે કે હોટલ રેનિસન્સમાં જ્યાં બળવાખોર ધારાસભ્યો રોકાયા છે. તે હોટલમાં ભાજપના નેતાઓ મંગળવારે ફરી દેખાયા હતા. મોહિત કંબોઝ અને ધારાસભ્ય પ્રસાદ લાડ પણ મંગળવાર સવારથી આ હોટલમાં છે.

જુઓ Live TV:- 

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More