Home> Gujarat
Advertisement
Prev
Next

ઝી 24 કલાકની અપીલ, ‘અયોધ્યાનો નિર્ણય ભારતની સૌથી મોટી અગ્નિપરીક્ષા છે, શાંતિ રાખજો...’

સુપ્રિમ કોર્ટ અયોધ્યા કેસ (ayodhya verdict) નો ઐતિહાસિક નિર્ણય આજે સંભળાવાનું છે. દેશના આ સૌથી મોટા નિર્ણય પર ઝી 24 કલાક (Zee 24 Kalak) તમને અપીલ કરે છે કે, સાંપ્રદાયિક વાતાવરણ બનાવી રાખો. નિર્ણયનું સન્માન કરો, શાંતિ બનાવી રાખો. નિર્ણય પર એકતા બતાવીને વિશ્વને સંદેશ આપો. આ નિર્ણયને જીત-હારની નજરથી ન જુઓ. તેના દ્વારા તમે અનેકતામાં એકતાનો સૌથી મોટો મેસેજ આપી શકો છો. ભાઈચારો ભારતની સૌથી મોટી તાકા્ત છે, તેને યથાવત રાખો. રામ શાંતિ-ભાઈચારાનો સંદેશ આપે છે, તમે રામ-માર્ગ પર ચાલો.

ઝી 24 કલાકની અપીલ, ‘અયોધ્યાનો નિર્ણય ભારતની સૌથી મોટી અગ્નિપરીક્ષા છે, શાંતિ રાખજો...’

અમદાવાદ :સુપ્રિમ કોર્ટ અયોધ્યા કેસ (ayodhya verdict) નો ઐતિહાસિક નિર્ણય આજે સંભળાવાનું છે. દેશના આ સૌથી મોટા નિર્ણય પર ઝી 24 કલાક (Zee 24 Kalak) તમને અપીલ કરે છે કે, સાંપ્રદાયિક વાતાવરણ બનાવી રાખો. નિર્ણયનું સન્માન કરો, શાંતિ બનાવી રાખો. નિર્ણય પર એકતા બતાવીને વિશ્વને સંદેશ આપો. આ નિર્ણયને જીત-હારની નજરથી ન જુઓ. તેના દ્વારા તમે અનેકતામાં એકતાનો સૌથી મોટો મેસેજ આપી શકો છો. ભાઈચારો ભારતની સૌથી મોટી તાકા્ત છે, તેને યથાવત રાખો. રામ શાંતિ-ભાઈચારાનો સંદેશ આપે છે, તમે રામ-માર્ગ પર ચાલો.

fallbacks

206 વર્ષથી સળગતા રામમંદિરનો ચુકાદો સંભળાવનાર CJI રંજન ગોગોઈને અપાઈ Z+ સુરક્ષા

ઝી 24 કલાક અપીલ કરે છે કે, અયોધ્યા પર નિર્ણય ભારતની સૌથી મોટી અગ્નિપરીક્ષા છે. ભારતના હિન્દુ અને મુસ્લિમો પાસે આ સૌથી મોટી તક છે કે, વિશ્વમાં બતવવા માટે ભારત દુનિયાનો સૌથી મોટો ધર્મનિરપેક્ષ લોકતંત્ર દેશ છે. શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ હતા, અન ધૈર્યવાન પણ હતા. ભારતને આજે મર્યાદા અને ધૈર્યની આવશ્યકતા છે. 

આખરે કેમ સુપ્રિમ કોર્ટે રામ મંદિર કેસ માટે આજે શનિવારનો દિવસ પસંદ કર્યો? આ રહ્યું કારણ

PM મોદી અપીલ
અયોધ્યા મામલે નિર્ણય આવતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra modi) એ સતત ત્રણ ટ્વિટ કરીને દેશવાસીઓને શાંતિ અને સદભાવના બનાવી રાખવા અપીલ કરી છે. પીએમ મોદીએ પહેલી ટ્વિટમાં લખ્યું કે, ‘અયોધ્યા પર આવતીકાલે સુપ્રિમ કોર્ટ (Supreme Court) નો નિર્ણય આવી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી સુપ્રિમ કોર્ટમાં સતત આ વિષય પર સુનવણી થઈ રહી હતી. સમગ્ર દેશ ઉત્સુકતાથી જોઈ રહ્યો છે. આ દરમિયાન સમાજના તમામ વર્ગો તરફથી સદભાવનાનું વાતાવરણ બનાવી રાખવા માટે કરવામાં આવેલ પ્રયાસો સરાહનીય છે.

ગુજરાતમાં પોલીસ અને પ્રજાનો એક જ સૂર, ‘ચુકાદો ગમે તે આવે, શાંતિ જાળવજો...’

બીજી ટ્વિટમાં પીએમએ લખ્યું કે, દેશી ન્યાયપાલિકમાં માન-સન્માનને સર્વોપરી રાખતા સમાજના તમામ પક્ષોએ, સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોએ, તમામ પક્ષરાઓ વિતેલા દિવસોમાં સૌહાર્દપૂર્ણ અને સકારાત્મક વાતાવરણ બનાવવા માટે જે પણ પ્રયાસો કર્યા, તેનું સ્વાગત યોગ્ય છે. કોર્ટના નિર્ણય બાદ પણ આપણે સૌએ મળીને સૌહાર્દ બનાવી રાખવું છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More