લખનઉ: અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો (Ayodhya Verdict) આવતાં પહેલાં સાવધાનીના ભાગરૂપે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અલીગઢ (Aligarh)માં ઇન્ટરનેટ સેવાઓ (Internet services) બંધ કરવામાં આવી છે. આ સેવા શુક્રવારે અડધી રાત્રે તાત્કાલિક બંધ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસના મહાનિર્દેશક ઓપી સિંહ (OP Singh) એ કહ્યું કે સ્થિતિ સાંપ્રદાયિક તથા સંવેદનશીલ હોવાથી અને અફવાઓને ફેલતાં રોકવા માટે અન્ય જિલ્લાઓમાં પણ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી શકે છે.
Ayodhya Case Timeline : જાણો મસ્જિદ નિર્માણથી સુનાવણી પૂર્ણ થવા સુધીનો સંપૂર્ણ ઘટનાક્રમ
673 લોકો પર પોલીસની નજર
તેમણે કહ્યું કે અમારા સોશિયલ મીડિયા સેલ ઇન્ટરનેટ પર તે 673 લોકો પર સતત નજર રાખી રહી છે જેમની પોસ્ટ અથવા ટિપ્પ્પણીઓ પરેશાનીનું કારણ બની શકે છે. અમારા પોલીસકર્મીઓએ જિલ્લા, પોલીસ સ્ટેશન અને સ્થાનિક સ્તર પર સંભવિત ખતરા અને હોટસ્પોટની ઓળખ કરી છે. અમે કાનૂન વ્યવસ્થાને જાળવી રાખવા માટે 31 સંવેદનશીલ જિલાઓની ઓળખ જેમકે આગરા,અલીગધ, મેરઠ, મુરાદાબાદ, લખનઉ, વારાણસી, ગોરખપુર અને અન્ય છે. ડીજેપીએ કહ્યું કે રાજ્યમાં સીઆરપીસીની કલમ 144 હેઠળ કર્ફ્યુ લાગૂ કરી દીધો છે.
ચૂકાદાને લઇને લોકોમાં સળવળાટ
સુપ્રીમ કોર્ટે શનિવારે ચૂકાદો સંભાળવાના સમાચાર મળતાં જ લખનઉમાં લોકો વચ્ચે શુક્રવારે મોટી રાત્ર સુધી ગભરાહટ જોવા મળી. લોકો પેટ્રોલ, ડીઝલ, શાકભાજી લેવા અને એટીએમમાંથી પૈસા કાઢવા માટે દોડી પડ્યા હતા. જૂના શહેરના ભાગમાં વધુ ભીડ જોવા મળી, જેમાં મુસ્લિમ વસ્તી વધુ છે.
મોડી રાત સુધી ખુલ્લા રહ્યા શાક માર્કેટ
ચોકમાં શાક માર્કેટ મોડી રાતે 11 વાગ્યા પછી ફરીથી ખોલવામાં આવ્યા હતા અને લોકો આગામી દિવસોમાં મુશ્કેલીની આશંકામાં મોટી માત્રામાં શાકભાજી ખરીદી હતી. પેટ્રોલ પંપ પર લાંબી લાઇનો જોવા મળી કારણ કે ઇંધણ ભરવા માટે લાઇનોમાં ઉભા હતા.
આખરે કેમ સુપ્રિમ કોર્ટે રામ મંદિર કેસ માટે આજે શનિવારનો દિવસ પસંદ કર્યો? આ રહ્યું કારણ
અયોધ્યામાં પોલીસ તૈનાત
અયોધ્યામાં શુક્રવારે મોડી રાતથી સુરક્ષા વધારી દેવામાં આવી હતી, ઉત્તર પ્રદેશમાં 18 નવેમ્બર સુધી અર્ધસૈનિક દળોની ટૂકડીઓ તૈનાત રહેશે. 12 સંવેદનશીલ જિલ્લામાં RAFની વધારાની 10 કંપનીઓ તૈનાત કરાશે. અયોધ્યામાં ડ્રોન કેમેરાથી સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખવામાં આવી રહી છે. શહેરના તમામ મંદિર અને ધર્મશાળાઓને ખાલી કરાવી દેવાઈ છે. આ ઉપરાંત, શહેરમાં જુદા-જુદા સ્થળોએ 10 અસ્થાયી જેલ પણ બનાવાઈ છે, જેથી ચૂકાદાને ધ્યાનમાં રાખીને જો કોઈ ભીડ અયોધ્યા તરફ આગળ વધવા માગે તો તેને રોકી શકાય. આ સાથે જ લખનઉ મહોત્સવની તારીખ પણ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહ સુધી વધારી દેવાઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રેલવે પોલીસે પોતાના બધા ઝોનોને સુરક્ષા તૈયારીઓ વિશે નિર્દેશ આપવા માટે સાત પાનની એડવાઇઝરી જાહેર કરી છે. રેલવે સુરક્ષા બળ (આરપીએફ)એ કહ્યું કે તેના બધા કર્મીઓની રજા રદ કરવામાં આવી છે અને તેમને એસ્કોટિંગ ટ્રેનોમાં લગાવી દેવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે