અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાવાનું છે. જ્યારે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. આ વચ્ચે ઝી 24 કલાકે ચૂંટણીને લઈને રાજ્યમાં સૌથી મોટો સર્વે કર્યો છે.
ઝી 24 કલાકે 3 પદ્ધતિને લઈને સર્વે કર્યો છે. આ સર્વેમાં તમામ 33 જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતની તમામ 182 બેઠકો પર આ સર્વે કરવામાં આવ્યો છે. કુલ 60 દિવસ સુધી 25 મુદ્દા પર લોકો સાથે વાત કરીને આ સર્વે તૈયાર કરવામાં આવ્યો છે. બે લાખ લોકો સાથે વાત કરીને ઝી 24 કલાકે આ સર્વે કર્યો છે. લોકો ક્યું પરિબળ જોઈને મત આપે છે તે સવાલ કરવામાં આવ્યો હતો.
ક્યું પરિબળ જોઈને લોકો કરે છે મતદાન?
ઝી 24 કલાકના સર્વેમાં 19 ટકા લોકોએ કહ્યું કે તે જ્ઞાતિ જોઈને મત આપે છે. જ્યારે 11 ટકા લોકોએ કહ્યું કે તે કાર્યકરોને જોઈને મત આપે છે. તો ઉમેદવારને જોઈને મત આપવાનો નિર્ણય કરનારા લોકોની સંખ્યા 18 ટકા છે. તો રાષ્ટ્રીય નેતૃત્વને જોઈને મત આપનારા લોકોની સંખ્યા 7 ટકા હોય છે.
જ્ઞાતિ જોઈને 19%
કાર્યકરને જોઈને 11%
ઉમેદવારને જોઈને 18%
રાષ્ટ્રીય નેતૃત્વને જોઈને 7%
સ્થાનિક નેતૃત્વને જોઈને 23%
ચૂંટણી ઢંઢેરો જોઈને 17%
અન્ય કારણો જોઈને 5%
આ પણ વાંચોઃ Opinion Poll: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કામથી લોકો કેટલા સંતુષ્ટ? જાણો જવાબ
તો ઝી 24 કલાકે જ્ઞાતિ પ્રમાણે કોનો ઝુકાવ
ભાજપ કોંગ્રેસ AAP કહી ન શકાય/અન્ય
પાટીદાર 44.1 33.9 7.87 14.13
કોળી પટેલ 57.3 26.13 10.93 5.64
ઠાકોર 43.08 32.96 9.63 14.33
મુસ્લિમ 26.92 49.2 15.7 8.18
આદિવાસી 44.4 41.9 12.6 1.1
અન્ય OBC 44.7 48 2.2 5.1
અન્ય સવર્ણ 66 22.46 8.54 3
બાકીના અન્ય 68.2 25.9 3.9 2
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે