Home> World
Advertisement
Prev
Next

પાકિસ્તાનમાં મોટો હુમલો, આઝાદી માર્ચમાં ઇમરાન ખાનને મારી ગોળી, હોસ્પિટલમાં દાખલ

પાકિસ્તાનની શહબાઝ શરીફ સરકાર વિરૂદ્ધ લાહોરથી ઇસ્લામાબાદ સુધી હકીકી માર્ચ નિકાળી રહેલા પૂર્વ પીએમ ઇમરાન ખાનની ગુરૂવારે વજીરાબાદમાં થયેલી રેલીમાં ફાયરીંગ થયું છે. આ ઘટનામાં ઇમરાન ખાન સહિત 6 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. પોલીસે ગોળીબારીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 

પાકિસ્તાનમાં મોટો હુમલો, આઝાદી માર્ચમાં ઇમરાન ખાનને મારી ગોળી, હોસ્પિટલમાં દાખલ

પાકિસ્તાનની શહબાઝ શરીફ સરકાર વિરૂદ્ધ લાહોરથી ઇસ્લામાબાદ સુધી હકીકી માર્ચ નિકાળી રહેલા પૂર્વ પીએમ ઇમરાન ખાનની ગુરૂવારે વજીરાબાદમાં થયેલી રેલીમાં ફાયરીંગ થયું છે. આ ઘટનામાં ઇમરાન ખાન સહિત 6 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. પોલીસે ગોળીબારીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તેની પાસે ફાયરિંગનો હેતું અને તેના સંગઠન વિશે જાણવાનો પ્રયત્ન કરી રહી છે. 

fallbacks

પોલીસના જણાવ્યા અનુસાર ઇમરાન ખાન ગુરૂવારે વજીરાબાદ વિસ્તારમાં માર્ચ નિકાળી રહ્યા છે. તે દરમિયાન ઇમરાન ખાનના કંટેનર પાસે ફાયરિંગ કરવામાં આવ્યું. આ ઘટનામાં ગોળી વાગવાથી ઇમરાન ખાન ઘાયલ થયા છે. તેમના મેનેજર સહિત 5 સમર્થકોને પણ ગોળી વાગી, જેથી તે પણ ઘાયલ થયા છે. ગોળીબારી બાદ ઇમરાન ખાનના સમર્થક તેમને બુલેટ પ્રૂફ કારમાં નાખીને ત્યાંથી હોસ્પિટલ લઇ ગયા. તેમને હાલ ઘાયલ પરંતુ સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. તો બીજી તરફ ઘાયલ થયેલા ઇમરાન ખાનના એક સપોર્ટરની હોસ્પિટલમાં મોત થયું છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More