અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાવાનું છે. જ્યારે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. આ વચ્ચે ઝી 24 કલાકે ચૂંટણીને લઈને રાજ્યમાં સૌથી મોટો સર્વે કર્યો છે. લોકોને મુખ્યમંત્રી તરીકે તમારી પસંદ કોણ છે, તે સવાલ કરવામાં આવ્યો હતો.
ઝી 24 કલાકે રાજ્યના 33 જિલ્લામાં આશરે બે લાખ લોકો સુધી પહોંચીને મુખ્યમંત્રી તરીકે તમારી પસંદ કોણ તે સવાલ કર્યો હતો. જેમાં લોકોએ અલગ અલગ જવાબ આપ્યો છે. પરંતુ છેલ્લા એક વર્ષથી રાજ્યની સત્તા સંભાળી રહેલા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે લોકોની પહેલી પસંદ છે. 45 ટકા લોકોએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યાં છે. જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને 23.63 ટકા લોકોએ પસંદ કર્યા છે.
તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને 19 ટકા લોકો મુખ્યમંત્રી તરીકે પસંદ કરી રહ્યાં છે. પાટીદાર આગેવાન નરેશ પટેલને પણ 9 ટકા લોકો પસંદ કરી રહ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીને 2.68 ટકા લોકો મુખ્યમંત્રી તરીકે પસંદ કરી રહ્યાં છે. નરેશ પટેલ પાટીદાર સમાજના દિગ્ગજ નેતા છે પરંતુ તે રાજનીતિમાં કોઈ પાર્ટીમાં જોડાયેલા નથી. છતાં ગુજરાતના 9 ટકા જેટલા લોકો તેમને મુખ્યમંત્રી તરીકે જોવાનું પસંદ કરે છે.
આ પણ વાંચોઃ Opinion Poll: મહિલા વર્ષમાં ભાજપ અને પુરૂષ વર્ગમાં કોંગ્રેસ, જાણો મતદારોની પસંદ કોણ?
CM પદ માટે તમારી પસંદ કોણ છે?
ભૂપેન્દ્ર પટેલ 45.09%
સી. આર. પાટીલ 23.63%
જગદીશ ઠાકોર 19.2%
નરેશ પટેલ 9.02%
ઈસુદાન ગઢવી 2.68%
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે