Healthy Routine: વર્ષો પહેલા દાદા-પરદાદા આયુર્વેદમાં દર્શાવેલા ડેલી રુટીન પ્રમાણે દિવસના મહત્વના કામ કરતા હતા. જેના કારણે તેમની હેલ્ધી મોટી ઉંમરે પણ સારી રહેતી. આજે પણ હેલ્ધી રહેવા અને વજન ઘટાડવા માટે આ નિયમો ફોલો કરી શકાય છે. આ નિયમોને કોઈપણ વ્યક્તિ અપનાવી શકે છે. આ નિયમોનું પાલન કરીને હેલ્ધી રહેવું સરળ થઈ જાય છે. હેલ્ધી રહેવાના 10 સ્ટેપ કયા છે ચાલો જાણીએ.
આ પણ વાંચો: ઊંધા ગેસના કારણે માથું દુખે તો પાણીમાં આ વસ્તુ મિક્સ કરી પી લો, દુખાવો તુરંત મટશે
હેલ્ધી રુટીનના 10 સ્ટેપ
1. હેલ્ધી રહેવાનો સૌથી પહેલો નિયમ છે સવારે સૂર્યોદય પહેલા જાગી જવું. સવારે વહેલા જાગી જવાથી બોડી ક્લોક સારી રીતે કામ કરે છે. દિવસની શરુઆત સમયસર થાય તો બોડીને ડિટોક્સ થવામાં મદદ મળે છે. નિયમિત સવારે વહેલા જાગી જવાથી ફોકસ વધે છે.
2. સવારે જાગીને સૌથી પહેલા એક કે બે ગ્લાસ પાણી પીવું જોઈએ. સવારે સૌથી પહેલા પાણી પીવાથી લિવર સરળતાથી ડિટોક્સ થાય છે અને પાચન સારું રહે છે.
આ પણ વાંચો: Stomach Cancer: સવારે ઉઠતા વેંત થતી આ 5 સમસ્યા હોય શકે છે પેટમાં કેન્સરની શરુઆત
3. પાણી પીધા પછી તાડાસન કરવું લાભકારી છે. આ સ્ટ્રેચ એક્સરસાઈઝ કરવાથી કરોડરજ્જુ સીધી થાય છે અને માઈંડ રિલેક્સ કરવામાં મદદ મળે છે.
4. દાંત અને પેઢાની સફાઈ પહેલાના સમયમાં સરસવના તેલ અને મીઠાથી થતી હતી. તેનાથી દાંત પરની પીળી ઝાંઈ દુર થતી અને દાંતના બેક્ટેરિયા દુર થઈ જતા.
આ પણ વાંચો: આ 5 વસ્તુઓ ખાવાનું શરુ કરી દો, 100 ની સ્પીડ ઘટશે યુરિક એસિડ, શરીર થશે ડિટોક્સ
5. આયુર્વેદના નિયમ અનુસાર રોજ 10 મિનિટ પ્રાણાયામ અથવા કોઈપણ કસરત કરવાનો નિયમ હોવો જોઈએ. રોજ તેને ફોલો કરવાથી હેલ્ધી રહી શકાય છે.
6. આયુર્વેદમાં સૂર્ય સ્નાનનું પણ મહત્વ દર્શાવેલું છે. એટલે કે સવારના સૂર્યના તડકામાં થોડીવાર બેસવું. જેનાથી શરીરને વિટામિન ડી મળી શકે અને હાડકા મજબૂત થાય.
આ પણ વાંચો: ચોમાસામાં તુલસી-મરીનો ઉકાળો પીવાથી થશે લાભ, શરીરની આસપાસ પણ નહીં ફરકે બીમારીઓ
7. ભોજનમાં શાક, ફળ સહિતની વસ્તુઓનો સમાવેશ કરવો અને ભોજનના અંતે એટલે કે સૌથી છેલ્લે છાશ પીવી, તેનાથી પાચન ઝડપી થાય છે.
8. દિવસ હોય કે રાત ભોજન પછી યુરિન પાસ કરવાનો નિયમ આયુર્વેદમાં દર્શાવેલો છે. તેનાથી કિડની સ્વસ્થ રહે છે અને બોડીના ટોક્સિન સરળતાથી બહાર નીકળી જાય છે.
આ પણ વાંચો: Quit Sugar: 15 દિવસ ખાંડ નહીં ખાવ તો શરીરમાં દેખાશે આ પોઝિટિવ ફેરફાર
9. હેલ્ધી રહેવા માટે ચા-કોફી અને કોલ્ડ ડ્રિંક્સથી દુર રહેવાની સલાહ આપવામાં આવી છે.
10. આયુર્વેદના નિયમ અનુસાર સપ્તાહમાં 1 વાર ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસના દિવસે ફક્ત લીંબુ પાણી પીવું જેથી બોડી ડિટોક્સ થઈ શકે છે. આજના સમયમાં ફક્ત લીંબુ પાણી પીને રહેવું મુશ્કેલ છે તેથી ફળ ખાઈને દિવસ પસાર કરી શકાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે