Home> Health
Advertisement
Prev
Next

Kidney Health: સવારે આ 3 કામ કરશો તો કિડની ક્યારેય ડેમેજ નહીં થાય, શરીરનો કચરો પેશાબ વાટે બહાર નીકળી જશે

Kidney Health: કિડનીનું સ્વાસ્થ્ય સારું રહે અને કિડની ક્યારેય ખરાબ ન થાય તે માટે સવારે આ 3 આદતો અપનાવવી જોઈએ. આ 3 આદતો કિડનીને આજીવન સ્વસ્થ રાખે છે. 
 

Kidney Health: સવારે આ 3 કામ કરશો તો કિડની ક્યારેય ડેમેજ નહીં થાય, શરીરનો કચરો પેશાબ વાટે બહાર નીકળી જશે

Kidney Health: કિડની આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. કિડની રક્તને સાફ કરે છે અને શરીરની ગંદકીને બહાર કાઢે છે. કિડની શરીરમાં પાણીનું સંતુલન જાળવી રાખવાનું કામ કરે છે. પરંતુ આજની ખરાબ લાઈફ સ્ટાઇલ અને ખરાબ આહારના કારણે કિડની સંબંધિત બીમારીઓ વધતી જાય છે. 

fallbacks

આ પણ વાંચો:રાત્રે સૂતા પહેલા ત્રિફળા, વરિયાળી અને અજમાનો પાવડર પીવાથી દુર થશે આ 4 સમસ્યાઓ

ખાસ કરીને ગરમીના દિવસોમાં લોકોને કેટલી સંબંધિત સમસ્યાઓ વધારે પરેશાન કરે છે. આ સ્થિતિમાં કિડનીનું ધ્યાન રાખવું જરૂરી થઈ જાય છે. કિડની સંબંધિત સમસ્યાઓથી બચવું હોય અને કિડનીને આજીવન સ્વસ્થ રાખવી હોય તો સવારે જાગીને કેટલી આદતોને અપનાવી જોઈએ. આ આદતો અપનાવવાથી કિડની લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે. જો સવારે આ 3 કામ કરી લેવામાં આવે તો કિડની હેલ્ધી રહે છે. 

આ પણ વાંચો: Detox Your Mind: મગજને ડિટોક્સ કરવાની સરળ રીત, ડિલીટ થઈ જશે મનમાં આવતા ખરાબ વિચારો

સવારે હુંફાળું પાણી પીવું 

સવારે ખાલી પેટ એક અથવા તો બે ગ્લાસ હુંફાળું પાણી પીવું ફાયદાકારક રહે છે. સવારે હુંફાળું પાણી પીવાથી શરીરના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે અને યુરિન મારફતે શરીરનો કચરો બહાર કાઢવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. તમે ઈચ્છો તો હુંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી શકો છો. 

આ પણ વાંચો: સવારે જાગો ત્યારે આંખ લાલ હોવી આ બીમારીનું શરુઆતી લક્ષણ, ઈગ્નોર કરવાની ભુલ ન કરવી

સ્ટ્રેચિંગ અથવા યોગાસન 

સવારે નિયમિત રીતે ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ જેથી બ્લડ સર્ક્યુલેશન સુધરે. કિડની સુધી પર્યાપ્ત માત્રમાં ઓક્સિજન અને પોષણ પહોંચે છે. કિડની માટે ભુજંગાસન, પવનમુક્તાસન કે કપાલભાતિ જેવા સરળ યોગ પણ કરી શકાય છે. યોગ અને સ્ટ્રેચિંગ જેવી એક્સરસાઇઝ કરવાથી શરીર એક્ટિવ અને એનર્જેટિક રહે છે. 

આ પણ વાંચો: Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ વધે એટલે સૌથી પહેલા શરીરના આ અંગમાં દુખાવો શરુ થાય

હેલ્ધી નાસ્તો કરો 

કિડનીનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે સવારનો નાસ્તો ખૂબ જ જરૂરી છે. નાસ્તામાં હાઈ સોલ્ટ, પ્રોસેસ ફૂડ કે પ્રોટીન ખાવાથી બચવું જોઈએ. સવારના સમયે ઓટ્સ, ફળ, ફણગાવેલા અનાજ કે હળવો નાસ્તો કરવો જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More