Home> Health
Advertisement
Prev
Next

Bad Cholesterol: નિયમિત ખાવા લાગો આ 4 ફણગાવેલા અનાજ, નસોમાં વર્ષોથી જામેલું બેડ કોલેસ્ટ્રોલ પણ થઈ જશે સાફ

How to Clean Bad Cholesterol: અનહેલ્ધી લાઈફસ્ટાઈલ અને ખરાબ આહારશૈલીના કારણે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઝડપથી વધે છે. બેડ કોલેસ્ટ્રોલ હાર્ટ માટે સૌથી ખરાબ સાબિત થાય છે. આ કોલેસ્ટ્રોલને નસોમાંથી સાફ કરવામાં આ 4 અનાજ મદદ કરી શકે છે.
 

Bad Cholesterol: નિયમિત ખાવા લાગો આ 4 ફણગાવેલા અનાજ, નસોમાં વર્ષોથી જામેલું બેડ કોલેસ્ટ્રોલ પણ થઈ જશે સાફ

How to Clean Bad Cholesterol: ખરાબ ખાનપાન અને ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે નાની ઉંમરમાં લોકોને બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા થઈ જાય છે. પેકેટમાં મળતા ફૂડ અને તળેલી, મસાલેદાર વસ્તુઓ નિયમિત અને વધારે ખાવાથી નસોમાં ઝડપથી બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. બેડ કોલેસ્ટ્રોલ બધી જવાથી હાર્ટ સંબંધિત સમસ્યાનું રિસ્ક પણ વધી જાય છે. બેડ કોલેસ્ટ્રોલને વધતું અટકાવવા માટે અને વધેલા બેડ કોલેસ્ટ્રોલની કંટ્રોલ કરવા માટે સવારના સમયે આ 4 અનાજને અંકુરિત કરીને ખાઈ શકાય છે. આ ચાર અનાજ કયા છે ચાલો તમને જણાવીએ. 

fallbacks

આ પણ વાંચો: Anulom Vilom: રોજ સવારે 5 મિનિટ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી શરીરને થતી પોઝિટિવ અસર

ફણગાવેલા ચણા 

બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે રોજ સવારે ફણગાવેલા ચણા ખાવા જોઈએ. ફણગાવેલા ચણા ખાવાથી વધેલા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે. ચણામાં ફાઇબર હોય છે જે શરીરના બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. 

આ પણ વાંચો: Mouth Ulcers: આ છે અજમાવેલા નુસખા, મોઢાના ચાંદા મિનિટોમાં મટી જશે, તુરંત થશે આરામ

ફણગાવેલા સોયાબીન 

ફણગાવેલા સોયાબીન ખાવાથી પણ નસોમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. રોજ અંકુરિત કરેલા સોયાબીન ખાવાથી હાર્ટ સંબંધિત બીમારી થવાનું રિસ્ક પણ ઘટી જાય છે. 

આ પણ વાંચો: આ 7 લક્ષણ જણાય તો સમજવું ઓછું પાણી પીવો છો, વોટર ઈનટેક વધારશો એટલે તબીયત સારી થઈ જશે

ફણગાવેલા મગ 

ફણગાવેલા મગ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલને પણ ઘટાડી શકાય છે. રોજ સવારે ફણગાવેલા મગ નાસ્તામાં ખાશો તો બેડ કોલેસ્ટ્રોલની સાથે શરીરની અન્ય સમસ્યા પણ ઓછી થઈ જશે. 

આ પણ વાંચો: Jamun: રાવણા ખાવામાં આ 5 ભુલ કરશો તો ફાયદાને બદલે કરશે નુકસાન

ફણગાવેલી મેથી 

ફણગાવેલી મેથી સવારે ખાવાથી પણ બેડ કોલેસ્ટ્રોલ ઘટી શકે છે. ફણગાવેલી મેથી ખાવાથી ડાયાબિટીસમાં પણ ફાયદો થાય છે. સવારે ખાલી પેટ ફણગાવેલી મેથી ખાવાથી બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More