Triphala Benefits: આયુર્વેદમાં ત્રિફળાને અસરદાર ઔષધિ માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર ત્રણ ફળમાંથી તૈયાર થતું ત્રિફળા ત્રિદોષિક રસાયણ છે. વાત, પિત્ત અને કફ ત્રણેય દોષમાં આરામ આપવા માટે ત્રિફળા ફાયદાકારક છે. ત્રિફળાનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે પરંતુ રોજ ત્રિફળા લેવું હોય તો પાણીમાં મિક્સ કરી પીવું જોઈએ. ત્રિફળાનું પાણી શરીરને ડિટોક્સ કરે છે અને બીમારીઓને દુર કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: 40 વર્ષ પછી પણ શરીર રહેશે એકદમ ફીટ અને સ્લીમ, બસ 5-5 મિનિટ માટે કરો આ 6 યોગાસન
કેવી રીતે બનાવવું ત્રિફળાનું પાણી ?
ત્રિફળાનું પાણી બનાવવા માટે રાત્રે 1 ગ્લાસ પાણીમાં 5 ગ્રામ ત્રિફળા પાવડર પલાળી દો. સવારે આ પાણીને ઉકાળી લો. પાણી જ્યારે હુંફાળુ ગરમ હોય ત્યારે ગાળી અને પી જવું. આ પાણી શરીરને એક નહીં 5 સૌથી મોટા ફાયદા કરે છે. ત્રિફળાનું પાણી રાત્રે સૂવાની અડધી કલાક પણ પી શકાય છે.
આ પણ વાંચો: જમતા પહેલા પી લો 1 ચમચી, ડાયાબિટીસમાં બ્લડ શુગર કંટ્રોલ કરવાનો રામબાણ નુસખો
ત્રિફળાનું પાણી પીવાથી થતા લાભ
કબજિયાત મટશે
વર્ષો જૂની કબજિયાતની તકલીફ પણ ત્રિફળાનું પાણી પીવાથી ખતમ થઈ શકે છે. રોજ પેટ સાફ થવાથી લઈને પાચન સંબંધિત સમસ્યા ત્રિફળાનું પાણી પીવાથી દુર થાય છે. સવારે ત્રિફળાનું પાણી પીવાથી પેટ સારી રીતે સાફ થવા લાગે છે.
આ પણ વાંચો: ધનુરનું ઈન્જેકશન ઈજા પછી કેટલા સમયમાં લઈ લેવું? ટીટેનસ શોટ ન લેવામાં આવે તો શું થાય?
વજન ઘટાડશે
ત્રિફળાનું પાણી શરીરનું મેટાબોલિઝમ બુસ્ટ કરવામાં મદદ કરે છે. જેના કારણે ફેટ બર્ન ઝડપથી થાય છે અને વજન ઘટાડવું વધારે સરળ થઈ જાય છે.
આ પણ વાંચો: Tooth Cavity Remedy: જમ્યા પછી રોજ ચાવી લો આ 1 વસ્તુ, દાંત ક્યારેય નહીં થાય સડો
સ્કિન અને વાળને ફાયદા
ચહેરા પર દેખાતા દાણાને દુર કરવા માટે ત્રિફળાનું પાણી મદદરુપ થાય છે. ત્રિફળાનું પાણી શરીરમાં રહેલા ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે. ત્રિફળાના પાણીથી સ્કિનની અંદર જામેલી ગંદકી સાફ થાય છે. ત્રિફળાના પાણીનો ઉપયોગ વાળ ધોવામાં કરવામાં આવે તો વાળના મૂળ મજબૂત થાય છે.
આ પણ વાંચો: લીંબુ અને લવિંગ એકસાથે આ રીતે ખાવાથી 3 દિવસમાં શરીરમાં દેખાશે જબરદસ્ત ફાયદા
ત્રિફળાનું પાણી રોજ પીવાનું શરુ કરો ત્યારે કેટલીક વાતોનું ધ્યાન પણ રાખવું. જેમકે વધારે માત્રામાં ત્રિફળા રોજ ન લેવું. ત્રિફળા મર્યાદિત માત્રામાં જ લેવું. વધારે લેવાથી ડાયેરિયા કે ગેસ સંબંધિત સમસ્યા થઈ શકે છે. ડ્રાય સ્કિન હોય તો ત્રિફળાનો ઉપયોગ નાળિયેર તેલ સાથે કરવો જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે