Mohammed Shami : ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ વચ્ચે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ સ્ટાર ફાસ્ટ બોલરને આગામી 2025-26 ડોમેસ્ટિક સીઝન માટે બંગાળના 50 સંભવિત ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈજાની ચિંતાને કારણે મોહમ્મદ શમીને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો.
મોહમ્મદ શમી ટીમ ઇન્ડિયાની તાકાત છે
34 વર્ષીય મોહમ્મદ શમી IPL 2025થી ક્રિકેટ રમ્યો નથી. તેણે આ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો નહી. મોહમ્મદ શમી છેલ્લે માર્ચ 2025માં ભારત માટે રમ્યો હતો. આ ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી મેચ હતી. આ ટુર્નામેન્ટમાં મોહમ્મદ શમીએ પાંચ મેચ રમી હતી અને નવ વિકેટ લીધી હતી. ODI વર્લ્ડ કપ-2023માં મોહમ્મદ શમીએ 24 વિકેટ લીધી હતી. ત્યારબાદ તેણે પગની ઘૂંટીની સર્જરી કરાવી હતી.
ટેસ્ટ મેચમાં બ્રેક દરમિયાન શું ખાય-પીએ છે ક્રિકેટરો ? ખુલ્યું મોટું રહસ્ય
શમીએ ક્યારે સફળ વાપસી કરી ?
મોહમ્મદ શમીએ સ્પર્ધાત્મક ક્રિકેટમાં સફળ વાપસી કરી અને રણજી ટ્રોફીમાં બંગાળને મધ્યપ્રદેશ સામે 11 રનથી રોમાંચક જીત અપાવી. આ મેચમાં શમીએ 7 વિકેટ લીધી અને બેટથી 37 રન પણ બનાવ્યા. 34 વર્ષીય શમીએ 2024માં ભારત માટે ઇંગ્લેન્ડ સામે મેચ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળ વાપસી કરી હતી.
શમીએ છેલ્લે જૂન 2023માં ટેસ્ટમાં રમ્યો હતો
પસંદગીકારોએ એન્ડરસન-તેંડુલકર ટ્રોફી માટે ટીમમાં શમીની પસંદગી કરી નહોતી, કારણ કે શમી સંપૂર્ણપણે ફિટ નહોતો. શમીએ છેલ્લે જૂન 2023માં ટેસ્ટ ફોર્મેટ રમ્યો હતો. આ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની અંતિમ મેચ હતી. ઇંગ્લેન્ડ માટે ભારતીય ટીમની જાહેરાત કરતા અગરકરે ખુલાસો કર્યો હતો કે શમીની ફિટનેસ સમસ્યાઓ અને ટેસ્ટ મેચોમાં વર્કલોડ મેનેજમેન્ટના વધતા પડકારોને કારણે તેની પસંદગી થઈ શકી નથી. મોહમ્મદ શમી ઉપરાંત, બંગાળ દ્વારા જાહેર કરાયેલા 50 સંભવિત ખેલાડીઓની યાદીમાં અભિમન્યુ ઈશ્વરન, આકાશ દીપ, મુકેશ કુમાર, શાહબાઝ અહેમદ અને અભિષેક પોરેલ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે