Heart attack sign: છાતીમાં દુખાવો થવો હાર્ટ એટેક આવવાની ચેતવણી આપે છે. તે અચાનક આવી હાથ તથા ખભામાં ફેલાઈ જાય છે. આ સ્થિતિ ખતરનાક હોય છે. આવું ધમનીઓ બ્લોક થવાને કારણે થાય છે. તેનાથી બચવા માટે તમારે હાર્ટ એટેકના લક્ષણો વિશે જાણકારી મેળવી લેવી જોઈએ.
આજકાલ નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાની ઘટના સામાન્ય બની ગઈ છે. જો તમને લાગે છે કે તે અચાનક આવે છે તો ન્યૂટ્રિશનિસ્ટ રમિતા કૌર પ્રમાણે તમે ખોટા છો. શરીર દરરોજ તેના સંકેત આપે છે, પરંતુ દર્દી તેને નજરઅંદાજ કરે છે. હાર્ટ એટેકના લક્ષણ ખૂબ સામાન્ય લાગી શકે છે, જેના કારણે તમે તેને ઈગ્નોર કરી દેતા હોવ છો.
હાર્ટ એટેકના લક્ષણો
હળવા કામ છતાં પણ શ્વાસ લેવામાં તકલીફ
ઠંડા કે સામાન્ય તાપમાનમાં પણ પરસેવો થવો
પીઠ, જડબા અને ગરદનમાં જડતા
છાતીમાં જકડાઈ જવું અથવા પેટનું ફૂલવું
15-20 મિનિટ સુધી ખાંસી રહેવી
હાર્ટ એટેકનું કારણ શું છે?
ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ
અનિયંત્રિત બ્લડ સુગર અને બ્લડ પ્રેશર
ક્રોનિક તણાવ અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ
હાર્ટ એટેક આવતા પહેલા દેખાતા લક્ષણ
હૃદયને મજબૂત રાખવા માટે શું ખાવું?
1.ઓલિવ તેલ, અખરોટ, શણના બીજમાંથી સ્વસ્થ ચરબી લો
2. આખા અનાજ, કઠોળ, શાકભાજી, બાજરી વગેરેમાંથી ફાઇબર વધારો.
3. મીઠું અને પ્રોસેસ્ડ ખોરાક ઓછો કરો
4. ખાંડ અને શુદ્ધ ખાંડ ઓછી કરો
5. દરરોજ 1 કપ અર્જુન છાલની ચા પીવો
આ પણ વાંચોઃ યુરિક એસિડને મૂળમાંથી નાબૂદ કરવા માટે રામદેવની અચૂક નુસ્ખો, બસ આ જડીબુટ્ટી પીવો
તેની સાથે આ વસ્તુઓ પણ કરો
6. દરરોજ 7 થી 10 હજાર પગલાં ચાલવાનું લક્ષ્ય રાખો
7. ઊંઘ અને તણાવ વ્યવસ્થાપન પર ધ્યાન આપો
8. ધૂમ્રપાન ન કરો અને દારૂ ન પીવો
હૃદય માટે શ્રેષ્ઠ કસરત
9. કાર્ડિયો - ઝડપી ચાલવું, સાયકલિંગ, તરવું
10. અઠવાડિયામાં 2 થી 3 વખત શક્તિ તાલીમ
11. તણાવને નિયંત્રિત કરવા માટે યોગ અને શ્વાસ લેવાની કસરતો
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલા નુસ્ખાની જાણકારી તથા દાવા ઈન્સ્ટાગ્રામ પર પ્રકાસિત રીલ પર આધારિત છે. ઝી 24 કલાક તેની સત્યતા, સટીકતા અને અસરની જવાબદારી લેતું નથી. કોઈપણ નુસ્ખા અજમાવતા પહેલા કોઈ એક્સપર્ટની સલાહ જરૂર લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે