Home> Health
Advertisement
Prev
Next

Warm Water: આ 5 રોગના દર્દીએ સવારે ન પીવું હુંફાળુ પાણી, થઈ શકે છે ગંભીર સમસ્યા

Warm Water Side Effects: સવારના સમયે હુંફાળુ પાણી પીવાની સલાહ લોકો આપતા હોય છે. સવારે હુંફાળુ પાણી પીવું ફાયદો કરે છે પરંતુ આ 5 સમસ્યા હોય તેમણે આ ભુલ કરવી નહીં.તેમને ગરમ પાણીથી નુકસાન થઈ શકે છે.

Warm Water: આ 5 રોગના દર્દીએ સવારે ન પીવું હુંફાળુ પાણી, થઈ શકે છે ગંભીર સમસ્યા

Warm Water Side Effects: સવારની શરુઆત ખાલી પેટ હુંફાળુ પાણી પીને કરવામાં આવે તો ફાયદો થાય છે. સવારે હુંફાળુ પાણીથી પીવાથી વજન ઘટે છે, પેટ સાફ થાય છે અને અન્ય ઘણા લાભ થાય છે. પરંતુ કેટલાક લોકો માટે સવારે હુંફાળુ પાણી પીવું હાનિકારક રહે છે. આ લોકો સવારે હુંફાળુ પાણી પીવે તો તેમને નુકસાન થાય છે. 

fallbacks

આ પણ વાંચો:ગરમીમાં બાળકોને કોલ્ડ ડ્રિંક્સને બદલે પીવડાવો આ ફળના જ્યૂસ, બાળક રહેશે હેલ્ધી

5 બીમારીઓ એવી છે જેમાં સવારે હુંફાળુ પાણી પીવામાં આવે તો તકલીફ વધી જાય છે. આજે તમને આ 5 સમસ્યા વિશે જણાવીએ. જો કોઈ વ્યક્તિને આ સમસ્યાઓ હોય તો તેણે સવારે હુંફાળુ પાણી ન પીવું જોઈએ. 

આ 5 બીમારીમાં સવારે ન પીવું ગરમ પાણી

આ પણ વાંચો: White Discharge: મહિલાઓને કયા કારણોથી થાય છે સફેદ પાણી પડવાની સમસ્યા ?

અલ્સર 

પેટમાં અલ્સર હોય તો સવારે ખાલી પેટ ગરમ પાણી પીવું નહીં. તેનાથી નુકસાન થાય છે. અલ્સરમાં ગરમ પાણી પીવાથી પેટમાં બળતરા, દુખાવો થઈ શકે છે. તેનાથી પેટમાં સોજો પણ આવી શકે છે.

આ પણ વાંચો: Dark Elbow-Knee: કોણી અને ઘુંટણની કાળી સ્કિન ગોરી થઈ જશે, આ રીતે રોજ લગાડો ચણાનો લોટ

ગેસ્ટ્રોઈસોફેગલ રિફ્લેક્સ ડિસીઝ

પેટની આ સમસ્યામાં પણ ગરમ પાણી પીવાનું ટાળવું. તેનાથી પેટનું એસિડ ફૂડ પાઈપમાં આવી શકે છે. તેના પેટમાં દુખાવો થવા લાગે છે. 

ડાયેરિયા

ડાયેરિયાની સ્થિતિમાં પેટ અને આંતરડામાં વધારે બળતરા થાય છે. આ સ્થિતિમાં વારંવાર ટોયલેટ જવું પડે છે. ગરમ પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝમ અને ઈંટેસ્ટાઈનની મૂવમેંટ વધી જાય છે. 

આ પણ વાંચો: ચહેરાની રુંવાટી દૂર કરવાના ઉપાય, સ્કિન થઈ જશે એકદમ સાફ, વેક્સ જેવું જ રિઝલ્ટ મળશે

શરીરની ગરમી

શરીરની ગરમી ગરમ પાણી પીવાથી વધી જાય છે. જે લોકોને વધારે ગરમી થતી હોય તેમણે ઉનાળામાં ગરમ પાણી પીવાનું ટાળવું જોઈએ. તેનાથી હીટ સ્ટ્રોક જેવી સ્થિતિ થઈ શકે છે.

આ પણ વાંચો: આ 2 વસ્તુ ઉમેરી લોટ બાંધજો, રુ જેવી પોચી રોટલી બનશે, ખાવા માટે શાકની જરૂર નહીં પડે

કિડની સ્ટોન

જ્યારે શરીરમાં મિનરલ્સ એક જગ્યાએ જમા થઈ જાય ત્યારે કિડની સ્ટોનની તકલીફ થાય છે. જો કિડની સ્ટોન હોય તે વ્યક્તિ ગરમ પાણી પીવે ત્યારે પથરીનો દુખાવો ઉપડી શકે છે, તેનાથી દુખાવો પણ થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More