Home> India
Advertisement
Prev
Next

Ranya Rao Gold Smuggling: 'તેણે શરીરના દરેક....'અભિનેત્રી રાન્યા રાવ પર BJP વિધાયકની ગંદી ટિપ્પણી

અભિનેત્રી રાન્યા રાવ ગોલ્ડ સ્મગલિંગ કેસ પર રાજકારણ ખેલાઈ રહ્યું છે. ધારાસભ્ય બસનગૌડા પાટિલ યતનાલે એક એવું નિવેદન આપ્યું છે કે જે વિવાદમાં ફસાયું છે. જાણો શું છે મામલો. 

Ranya Rao Gold Smuggling: 'તેણે શરીરના દરેક....'અભિનેત્રી રાન્યા રાવ પર BJP વિધાયકની ગંદી ટિપ્પણી

કન્નડ અભિનેત્રી રાન્યા રાવ હાલ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં કાર્યવાહીનો સામનો કરી રહી છે. આ ઘટના બાદ સામે આવ્યું કે રાન્યા રાવના સાવકા પિતા ડીજીપી રેંકના ઓફિસર છે જેમને હાલ જબરદસ્તીથી રજા પર ઉતારી દેવાયા છે. રાજ્યની અંદર આ મુદ્દે ભારે રાજકારણ ખેલાઈ રહ્યું છે. આ કડીમાં ભાજપના ધારાસભ્ય બસનગૌડા પાટિલ યતનાલે અભિનેત્રીના બોડી વિશે એવું નિવેદન આપ્યું છે જેને વિવાદિત નિવેદન ગણાવાઈ રહ્યું છે. 

fallbacks

શું કહ્યું ભાજપ ધારાસભ્યએ?
બીજાપુર સિટીથી ભાજપના ધારાસભ્યએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, તેણે પોતાના આખા શરીર પર સોનું છૂપાવી રાખ્યું હતું...અને છૂપાવીને લઈને આવી. તેમણે કહ્યું કે તેની પાસે જ્યાં પણ કાણું હતું ત્યાં સોનું છૂપાવ્યું હતું અને તસ્કરી કરી હતી. વિધાયકે વધુમાં કહ્યું કે આ મામલે અનેક રાજ્યમંત્રી પણ સામેલ છે અને આ મોટો મુદ્દો છે. જેના કારણે તેઓ તેને વિધાનસભામાં ઉઠાવશે. વિધાયકે દાવો કર્યો કે તેમની પાસે પૂરેપૂરી જાણકારી છે કે રાન્યાના કોની કોની સાથે સંબંધ હતા, તેને સુરક્ષા કોણે અપાવી અને સોનું કેવી રીતે લાવવામાં આવ્યું. 

શું છે રાન્યા રાવ મામલો
રાન્યા રાવની 3 માર્ચના રોજ બેંગ્લુરુ એરપોર્ટ પર 14.2 કિલો સોના સાથે ધરપકડ થઈ હતી. આ સોનાની કિંમત 12.56 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ત્યારબાદ એજન્સીઓએ તેના ઘર પર રેડ મારી. જ્યાંથી 2.06 કરોડ રૂપિયાના દાગીના અને 2.67 કરોડ રૂપિયા કેશ મળી આવ્યા. ત્યારથી તે જેલમાં છે. તપાસની આંચ તેના સાવકા પિતા અને કર્ણાટકના ડીજીપી રામચંદ્ર રાવ સુધી પહોંચી ગઈ છે. તેઓ કર્ણાટક સ્ટેટ પોલીસ હાઉસિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર પણ છે. આ મામલાની તપાસ આગળ વધ્યા બાદ તેમને રજા પર ઉતારી દેવાયા છે. 

પિતા સુધી પહોંચી તપાસ?
તપાસ એજન્સીઓના રિપોર્ટ મુજબ રાન્યા રાવ આ વર્ષે અત્યાર સુધીમાં 27 વખત દુબઈ જઈ ચૂકી છે અને દર વખતે ભારે પ્રમાણમાં સોનાની તસ્કરી કરીને લાવતી હતી. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે એરપોર્ટ પ્રોટોકોલ અધિકારીએ ડીજીપી રામચંદ્ર રાવના કહેવા પર તેમની મદદ કરી હતી. જો કે રાન્યા રાવે તમામ આરોપો ફગાવ્યા છે. તેમણે ડીઆરઆઈના એડિશનલ ડાયરેક્ટર જનરલને પત્ર લીને આરોપ  લગાવ્યો કે અધિકારીઓએ તેમને હેરાનગતિ કરી, 10-15 વાર લાફા માર્યા અને જબરદસ્તીથી કોરા અને ટાઈપ કરેલા 50-60 કાગળો પર સહી કરાવી લીધી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

About the Author
Read More