Burning Sensation in Urine: ઘણા લોકોને ઇન્ફેક્શનના કારણે પેશાબ દરમિયાન બળતરા કે દુખાવો થાય છે. પેશાબમાં બળતરા થવાના કારણો અલગ અલગ હોય છે. જેમાં સૌથી સામાન્ય હોય છે યુરીન ઇન્ફેક્શન. યુરીન ઇન્ફેક્શનના કારણે પેશાબમાં બળતરા થાય તે સામાન્ય છે. આ સ્થિતિની સારવાર દવાઓ દ્વારા પણ કરવામાં આવે છે અને કેટલાક દેશી નુસખા અજમાવીને પણ પેશાબની બળતરા અને યુરિન ઇન્ફેક્શનને મટાડી શકાય છે. આજે તમને નિષ્ણાંતોએ જણાવેલા 3 સરળ નુસખા જણાવીએ. આ ઉપાયો પેશાબમાં થતી બળતરાને તુરંત શાંત કરે છે.
આ પણ વાંચો: દવા વિના નસોમાં વધતું બેડ કોલેસ્ટ્રોલ દુર થશે, લક્ષણ દેખાય ત્યારથી આ જ્યુસ પીવા લાગો
તુલસીના પાન
પેશાબમાં થતી બળતરાની સમસ્યાને દૂર કરવી હોય તો તુલસીના પાનનો ઉપયોગ કરો. તુલસીના પાન વાઇરસ, ફંગસ અને બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા ધરાવે છે. આમ તો ઘણી બધી બીમારીઓમાં તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ યુરિન ઇન્ફેક્શનમાં પણ તુલસી ઉપયોગી સાબિત થાય છે. તુલસીની મદદથી પેશાબમાં થતી બળતરાને પણ શાંત કરી શકાય છે. તેના માટે નિયમિત તુલસીના થોડા પાન પીસીને તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરવું.
આ પણ વાંચો: શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
જીરું
દાળ, શાકના વઘારમાં ઉપયોગમાં લેવાતું જીરું પેશાબમાં થતી બળતરાને શાંત કરી શકે છે. જીરાનો ઉપયોગ કરવાથી તકલીફ ઝડપથી દૂર થાય છે. એક અધ્યયનમાં પણ સાબિત થયું છે કે જીરાનું એસેન્શિયલ ઓઇલ યુરીન ઇન્ફેક્શનને પ્રભાવી રીતે દૂર કરી શકે છે. તેના માટે પાણીમાં જીરું ઉકાળીને પી શકાય છે.
આ પણ વાંચો: પેટમાં ગયાની સાથે પથરી બની જાય આ 4 વસ્તુઓ, ખાતા પહેલા 1000 વાર વિચારજો
ખાટા આમળા
ખાટા આમળા વિટામિન c થી ભરપૂર હોય છે તે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી વારંવાર પેશાબ લાગવાની સમસ્યા ઓછી થાય છે. તેનું સેવન કરવાથી યુરિન ઇન્ફેક્શનને પણ ઘટાડી શકાય છે સાથે જ પેશાબમાં થતી બળતરાને પણ શાંત કરી શકાય છે.
આ પણ વાંચો: માસિક સમયે થતા દુખાવાથી કાયમી રાહત મળશે, અપનાવો 5 ઘરેલુ નુસખા, પેનકિલર ખાવી નહીં પડે
આ ત્રણ વસ્તુઓના ઉપયોગની સાથે જો તમારું વજન પણ વધારે હોય તો તેને મેન્ટેન કરવાના પ્રયત્નો કરો. મૂત્રાશય પર વધારે વજન ના કારણે પ્રેશર વધે છે અને વારંવાર ઈન્ફેકશન જેવી સમસ્યા થઈ શકે છે. તેથી નિયમિત રીતે એક્સરસાઇઝ કરો અને હેલ્ધી ડાયટ લેવાનું રાખો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે