Asparagus Plant Benefits: મેડિકલ પ્લાન્ટ્સના સ્વાસ્થ્ય લાભો વિશે જાગૃતતા ફેલાવવા માટે ગુરૂવારે કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે એક સ્પીશીઝ સ્પિસિફિક પહેલ તરીકે 'શતાવરી - વધુ સારા સ્વાસ્થ્ય માટે' અભિયાન શરૂ કર્યું છે. શતાવરીનો છોડ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરે છે. તેના સેવનથી તણાવ અને ચિંતા ઓછી થાય છે, હૃદયની તંદુરસ્તી સુધરે છે, પાચનક્રિયામાં સુધારો થાય છે, ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ છે.
'શતાવરી - વધુ સારા સ્વાસ્થ્ય માટે' અભિયાનની શરૂઆત
પ્રતાપરાવ જાધવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, આજે મેં આયુષ મંત્રાલય હેઠળ નવી દિલ્હીમાં 'શતાવરી - વધુ સારા સ્વાસ્થ્ય માટે' અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું છે, જે પંચ પ્રાણના લક્ષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. છેલ્લા 10 વર્ષમાં આયુષ મંત્રાલયનો ગ્રોથ થયો છે.
સોનાની દાગીના પર માત્ર 916 જોઈને નહીં ચાલે કામ, ખરીદતા સમયે ધ્યાનમાં રાખો આ 6 વસ્તુ
Union Minister of State (I/C) for Ayush, Shri @mpprataprao launched the ‘Species Special Campaign on Shatavari for Better Health’ on 6th Feb 2025 at Ayush Bhavan.
As part of the initiative, #Shatavari plants were distributed to officials of the Ministry of Ayush. pic.twitter.com/Swa8qDovBe
— Ministry of Ayush (@moayush) February 6, 2025
એગ્રીકલ્ચર ઈકોનોમીને પ્રોત્સાહન
નેશનલ મેડિકલ પ્લાન્ટ બોર્ડના પ્રયાસો પહેલા આમલા, મોરિંગા, ગિલોય અને અશ્વગંધા પર પણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે. શતાવરીનું મેડિકલ મહત્વ અને તેની એગ્રીકલ્ચર ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે નેશનલ મેડિકલ પ્લાન્ટ બોર્ડે રૂ. 18.9 લાખની નાણાકીય સહાય પૂરી પાડી છે.
મેથીના પાંદડામાં છોપાયેલું છે સ્વાસ્થ્યનું રાજ,ડાયાબિટીસ સહિતની બીમારીમાં મળશે ફાયદો
પીએમ મોદીના લક્ષ્યને હાંસલ કરવાનો પ્રયાસ
પ્રતાપરાવ જાધવે 15 ઓગસ્ટ 2022ના રોજ સ્વતંત્રતા દિવસના અવસરે તેમના ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવેલા પંચ પ્રાણ ધ્યેયને હાંસલ કરવામાં શતાવરીની સુસંગતતા પર પણ ભાર મૂક્યો હતો. વડાપ્રધાને 2047માં ભારતના 100મા સ્વતંત્રતા દિવસ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની કલ્પના કરી છે. આ મિશન હેઠળ શતાવરીનો છોડ ભારતમાં મહિલા આરોગ્ય સંભાળ માટે મુખ્ય સ્ત્રોત તરીકે ઓળખવામાં આવ્યો છે. તે નાગરિકોના સર્વાંગી કલ્યાણના વ્યાપક ધ્યેય સાથે જોડાયેલું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે