Home> Health
Advertisement
Prev
Next

Healthy Heart: આહારમાં સામેલ કરો આ 5 વસ્તુઓ, હૃદયના રોગ થવાનું જોખમ અડધું થઈ જશે

Food For Healthy Heart: ડાયટમાં કેટલાક ફેરફાર કરીને તમે હાર્ટને હેલ્ધી રાખી શકો છો. હાર્ટ સંબંધિત બીમારીથી સરળતાથી બચી શકાય છે. તેના માટે આજથી જ ડાયટમાં આ 5 ફુડનો સમાવેશ કરો. આ 5 વસ્તુઓ ખાવાથી હાર્ટ હેલ્ધી રહે છે.
 

Healthy Heart: આહારમાં સામેલ કરો આ 5 વસ્તુઓ, હૃદયના રોગ થવાનું જોખમ અડધું થઈ જશે

Food For Healthy Heart: ગરમીના સમયમાં હાર્ટ સંબંધિત સમસ્યાઓની ઘટના વધી જતી હોય છે. જો કે તમે હૃદય સંબંધિત સમસ્યાઓથી સરળતાથી બચી શકો છો. હાર્ટને હેલ્ધી રાખવા માટે યોગ્ય આહારનું સેવન જરૂરી છે. આજની દોડધામ ભરેલી જિંદગીમાં જંક ફૂડ અને અનહેલ્ધી ડાયટને લોકો પ્રાથમિકતા આપે છે જેના કારણે હાર્ટ ઉપર ખરાબ અસર પડે છે. પરંતુ જો તમે હૃદયને હંમેશા સ્વસ્થ રાખવા માંગો છો તો ડાયટમાં એન્ટિ ઓક્સિડન્ટ, વિટામિન અને પોષક તત્વથી ભરપૂર આ 5 શાકનો સમાવેશ કરો. આ 5 વસ્તુઓ એવી છે જે હાર્ટ હેલ્થને સુધારે છે અને હૃદયને હેલ્ધી અને મજબૂત રાખે છે. 

fallbacks

હાર્ટને હેલ્ધી રાખશે આ 5 વસ્તુઓ 

આ પણ વાંચો: એન્ઝાઈટી-સ્ટ્રેસથી છુટકારો આપશે આ 3 ફુડ, આ વસ્તુઓ ખાશો તો દવાઓ ગળવાનો વારો નહીં આવે

ટમેટા 

ટમેટા આપણા હાર્ટ માટે બેસ્ટ આહાર છે. ટમેટામાં લાયકોપીન નામનું એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે હાર્ટ ડિસીસ થવાનું જોખમ ઘટાડે છે. સાથે જ તે રકતની નસોને સ્વસ્થ બનાવવામાં પણ મદદ કરે છે. 

આ પણ વાંચો: લીવરમાં જામેલી ગંદકી સાફ કરી નાખે છે આ નેચરલ ડ્રિંક્સ, ટ્રાય કરો ફાયદો તુરંત દેખાશે

સ્ટ્રોબેરી 

સ્ટ્રોબેરીમાં પણ લાયકોપીન અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક છે. તેમાં ફાઇબર અને વિટામીન સી હોય છે જે બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને હૃદયની બીમારીનું જોખમ ઘટાડે છે. 

આ પણ વાંચો: Afternoon Nap: બપોરે ઘસઘસાટ ઊંઘી જતા લોકોને આ બીમારીઓ થવાનું જોખમ સૌથી વધારે

સફરજન 

સફરજનનું સેવન કરવાથી હાર્ટને ફાયદો થાય છે. સફરજનમાં ફાઇબર, એન્ટિ ઓક્સિડન્ટ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરે છે. તેનાથી નસોમાં રક્ત સંચાર સુધરે છે. રોજ એક સફરજન ખાવાથી હાર્ટ સંબંધિત સમસ્યાનું જોખમ ઘટે છે. 

આ પણ વાંચો: ઉનાળો કેરીની જ નહીં શેતૂરની પણ સીઝન, ગરમીમાં આ ફળ ખાવાથી શરીરને થતા લાભ વિશે જાણો

લાલ કેપ્સીકમ 

મોટાભાગે ગ્રીન કેપ્સીકમનો જ ઉપયોગ થતો હોય છે પરંતુ હાર્ટને હેલ્ધી રાખવા માટે લાલ કેપ્સિકમનો ઉપયોગ કરવો જોઈએ. લાલ કેપ્સીકમમાં વિટામિન સીની માત્રા વધારે હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે. લાલ કેપ્સિકમમાં એવા એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે બીપી કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 

આ પણ વાંચો: Health Tips: લૂ નો કાળ છે 5 વસ્તુઓ, ખાઈને ઘરેથી નીકળશો તો શરીર અંદરથી રહેશે ઠંડુ

બીટ 

બીટમાં નાઈટ્રેટસ હોય છે, જે બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે અને બીપી કંટ્રોલ કરવા મદદ કરે છે. સાથે જ તેમાં ફોલિક એસિડ અને એન્ટિ ઓક્સિડન્ટ પણ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More