Home> Health
Advertisement
Prev
Next

એક કપ ચામાં એક ચમચી ઘી ઉમેરીને પીવાથી શરીરને થાય છે અઢળક લાભ, આ સમસ્યાઓ થશે દુર

Ghee in Tea: આજ સુધી તમે ઘીનો ઉપયોગ રોટલીમાં, શાકભાજીમાં, પરોઠા કે ભાખરીમાં કર્યો હશે પરંતુ શું તમે ચામાં ઘી ઉમેરીને પીધી છે ? આ વાત જાણીને આશ્ચર્ય થશે પરંતુ ઘીવાળી ચા પીવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. 

એક કપ ચામાં એક ચમચી ઘી ઉમેરીને પીવાથી શરીરને થાય છે અઢળક લાભ, આ સમસ્યાઓ થશે દુર

Ghee in Tea: ઘી ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કારણ કે તેમાં ભરપુર પ્રમાણમાં પોષક તત્વો હોય છે. આજ સુધી તમે ઘીનો ઉપયોગ રોટલીમાં, શાકભાજીમાં, પરોઠા કે ભાખરીમાં કર્યો હશે પરંતુ શું તમે ચામાં ઘી ઉમેરીને પીધી છે ? આ વાત જાણીને આશ્ચર્ય થશે પરંતુ ઘીવાળી ચા પીવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. જો તમે જાણતા નથી તો આજે જાણો કે ચામાં દેશી ઘી ઉમેરીને તેનું સેવન કરવાથી કેટલાક લાભ થાય છે.

fallbacks

પેટના દુખાવા માટે ફાયદાકારક

અનેક મહિલાઓને માસિક દરમિયાન પેટમાં ખૂબ જ દુખાવો થતો હોય છે. ક્યારેક આ દુખાવો અસહ્ય બની જાય છે. આવી સ્થિતિમાં પહેલાના સમયમાં ઘરના વડિલો ચામાં ઘી ઉમેરીને પીવાની સલાહ આપતા હતા. ઘી ઉમેરીને ચા પીવાથી પેટના દુખાવામાં રાહત મળે છે.

આ પણ વાંચો:

સવારે જાગો એટલે તમને પણ રોજ આવે છે ઉપરાઉપરી છીંક? જાણો તેનું કારણ

રોજ સવારે આ હર્બલ ચા પીવાની પાડો ટેવ, માસિકના દુખાવાથી લઈ અનિંદ્રાની સમસ્યા થશે દુર

Bad Cholesterol થી છુટકારો મેળવવા માટે અજમાવો આ આયુર્વેદિક નુસખા, વજન પણ ઘટશે ઝડપથી

મગજ માટે ફાયદાકારક

દેશી ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેને ચામાં ઉમેરીને પીવાથી મગજની કામગીરીમાં સુધારો થાય છે. તેના કારણે શરીરમાં હોર્મોન્સનું સંતુલન જળવાઈ રહે છે અને મૂડ સ્વિંગ જેવી સમસ્યા થતી નથી.

હૃદયના સ્વાસ્થ્ય માટે સારી

ચામાં દેશી ઘી ઉમેરીને પીવાથી હૃદયને પણ લાભ થાય છે.  ઘીમાં રહેલા હેલ્ધી ફેટ્સ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં ઘણી મદદ કરે છે. ચામાં ઘી ઉમેરીને પીવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ થવાનું જોખમ ઘટી જાય છે.

રોગપ્રતિકારક શક્તિ 

જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માંગો છો તો તેના માટે ચામાં દેશી ઘી મિક્સ કરીને પીવાનું રાખો. ચા અને ઘી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. જેના કારણે તમને શરદી, ઉધરસ, તાવ અને એલર્જીથી છુટકારો મળશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More