Healthy Heart: ભારત સહિત દુનિયાભરમાં હાર્ટ સંબંધિત સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. હવે તો નાની ઉંમરમાં લોકો હાર્ટ એટેકના કારણે પોતાનો જીવ ગુમાવી બેસે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે દરેક વ્યક્તિ પોતાની હાર્ટ હેલ્થ ઉપર ખાસ ધ્યાન આપે. હૃદયના સ્વાસ્થ્યને લઈને કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો હૃદય સંબંધિત સમસ્યાઓને વધતી અટકાવી શકાય છે. હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, વધારે વજન વગેરે જેવા લક્ષણો હાર્ટ રિસ્ક ઊભું કરે છે. તેવામાં જો તમે હેલ્થી ડાયટ અપનાવો તો હૃદય સંબંધિત સમસ્યાઓથી બચી શકો છો અને હાર્ટ હેલ્થને સુધારી શકાય છે.
કોલેસ્ટ્રોલ કંટ્રોલ
સૌથી પહેલા પોતાની ડાયટ પર ધ્યાન રાખો કારણ કે કેટલીક વસ્તુઓ એવી હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ વધારે છે. આવી વસ્તુઓ ખાવાનું તાળો અને એવી વસ્તુઓનું સેવન કરો જે ગુડ કોલેસ્ટ્રોલ ને શરીરમાં વધારે અને બેડ કોલેસ્ટ્રોલ ને દૂર કરવામાં મદદ કરે. જ્યારે બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે તો હાર્ટ એટેકનું રિસ્ક ઊભું થાય છે.
આ પણ વાંચો:
અત્યાર સુધી ન ગયા હોય તો હવે જવાનું ન ચૂકતા... ગુજરાતના Top 5 સુંદર સ્થળોએ ફરવાનું
ઘરે આ રીતે બનાવેલું વરિયાળીનું તેલ લગાવશો વાળમાં તો ખરતાં વાળની સમસ્યા થશે દુર
બિંદી કરવાથી માથા પર થાય છે ફોલ્લીઓ ? આ વસ્તુઓ ગણતરીની મિનિટોમાં દુર કરશે એલર્જી
અનસેચુરેટેડ ફેટ
સેચ્યુરેટેડ ફેટને બદલે અનસેચ્યુરેટ ફેટનું સેવન કરવાથી હાર્ટ પ્રોબ્લેમ્સ થવાની સંભાવનાઓને ઓછી કરી શકાય છે. તેના માટે માખણ, ઘી, નાળિયેરનું તેલ, પામ ઓઇલને બદલે ઓલિવ ઓઈલ, સૂરજમુખીનું તેલ, મગફળીનું તેલ, સોયાબીનનું તેલ, તલનું તેલ ઉપયોગમાં લેવું જોઈએ.
પૂરતા પ્રમાણમાં પોષક તત્વો
હાર્ટને હેલ્ધી રાખવું હોય તો ફળ અને શાકનું સેવન વધારે કરવું જોઈએ. તેમાં રહેલા ફાઇબર અને માઇક્રો ન્યુટ્રીયન્સ હાર્ટ ડિસીઝથી બચાવ કરે છે. ફળ અને શાકભાજી ફોલેટ નો પણ સારો સ્ત્રોત છે. જો તમે હાર્ટ ને હેલ્ધી રાખવા ઈચ્છો છો તો પોતાની રેગ્યુલર ડાયટમાં ફળ, શાકભાજી, દાળ, ડ્રાયફ્રુટ્સ વગેરેને સામેલ કરવાનું રાખો.
ગ્લાઇસેમિક લેવલ મેનેજ કરો
હાર્ટને હેલ્ધી રાખવું હોય તો રિફાઇન્ડ કરેલી વસ્તુઓને બદલે રિફાઇન્ડ ન કરેલી વસ્તુઓનું સેવન કરો. તેના માટે તમે દિવસમાં હોલગ્રેન બ્રેડ, સીરીયલ્સ, દાળ અને ફળ અને શાકભાજીનો દૈનિક આહારમાં સમાવેશ કરી શકો છો
એન્ટિઓક્સિડન્ટ
રિસર્ચ અનુસાર વિટામીન ઈ એન્ટિઓક્સિડન્ટ તરીકે કામ કરે છે અને તે બેડ કોલેસ્ટ્રોલ વધતું અટકાવે છે. તેના માટે તમે એવોકાડો, લીલા શાકભાજી, વેજીટેબલ ઓઇલ, હોલગ્રેન ગુડસનો ઉપયોગ કરી શકો છો તે તમારી હાર્ટની હેલ્થમાં સુધારો કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે