Home> Health
Advertisement
Prev
Next

Coffee ના શોખીન છો તો તેનાથી થતાં ફાયદા અને નુકસાન વિશે પણ જાણી લો

બ્લેક કોફી તમારા માટે ખૂબ આરોગ્યપ્રદ છે અને તેમાં કેલરીની માત્રા પણ ઓછી છે. આ સિવાય બ્લેક કોફીમાં કેફીન મળી આવે છે જે તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તે પુષ્કળ એન્ટીકિસડન્ટ્સમાં જોવા મળે છે. કોફી પીવાથી માનસિક તણાવ પણ દૂર થાય છે. અને મગજ એકટીવ રહે છે.
 

Coffee ના શોખીન છો તો તેનાથી થતાં ફાયદા અને નુકસાન વિશે પણ જાણી લો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ચા પછીનું લોકપ્રિય પીણું "કોફી" છે. ઘણા લોકોને સવારે ઉઠીને તરત કોફી પીવાની ટેવ હોય છે. એટલે કે કોફી પીધા વગર તેમની સવાર નથી પડતી. દૂધ કે ખાંડ ઉમેર્યા વિના બે થી ત્રણ કપ બ્લેક કોફી પીવાથી યકૃતના રોગોનું જોખમ ઓછું થાય છે. નિષ્ણાંતો કહે છે કે બ્લેક કોફી પીવાથી લીવરના કેન્સરનું જોખમ પણ ઓછું થાય છે. બ્લેક કોફીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી 5, વિટામિન બી 3, રેબોફ્લેવિન વિટામિન બી 2 હોય છે.

fallbacks

કોફી  પીવાના ફાયદા જાણો

થાક દૂર કરો
વધુ પડતું કામ અને બહારના નાસ્તાને કારણે શરીરમાં ઉર્જા નથી રહેતી. તેથી શરીરમાં બહુ જ થાક લાગે છે..થાક લાગે ત્યારે તમને કંઈ સુઝતું નથી..તેવામાં એક કપ કોફી પીશો તો તમને  થાકનો અનુભવ નહીં થાય. કોફી તણાવ મુક્ત કરવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

કેન્સર માટે લાભદાયી
કોફી ચામડીના કેન્સર ને દુર કરવા માટે ખુબ જ લાભદાયી છે. જે લોકો દિવસમાં 3 કપ કોફી પીવે છે. તેમને ત્વચાનું કેન્સર થવાનો ખતરો ઘણો ઓછો થઇ જાય છે. કોફી લીવર કેન્સરમાં પણ મદદરૂપ સાબિત થાય છે.

Good Health માટે Winter માં ભૂલેચૂકે પણ ન કરતા આ 10 ભૂલ, નહીં તો ન થવાનું થઈ જશે

સફેદ વાળ અટકાવવા
15થી 16 વર્ષના યુવાનોના વાળ ઘોળા થવા એ કોઈ મોટી વાત નથી. પ્રદૂષણ અને ભેળસેળ યુક્ત ખોરાક ખાવાથી નાની ઉંમરમાં જ યુવાનોના વાળ ધોળા થઈ જાય છે. ધોળા વાળથી છુટકારો મેળવવા માટે ઘરેલુ ઉપાય કોફી છે. કોફી પીવાથી અથવા વાળમાં લગાવવાથી કોઈ આડઅસર થતી નથી. કોફી માં ફોલિકલ્સ જોવા મળે છે. તેનાથી વાળ મૂળ માંથી જ મજબૂત બને છે. અને અકાળે સફેદ થતાં અટકાવે છે.

કેવી રીતે માથામાં લગાવશો કોફી
5 ચમચી મહેંદી 1 ચમચી કોફી અને એક કપ પાણી ને સરખી રીતે મિક્સ કરી ને ૧૫ દિવસે એક વાર લગાવવી. અને તેને ૩ થી ૪ કલાક સુધી માથામાં રાખવી.

વજન ઘટાડો
ફેટી બોડી વાળા યુવકો માટે કોફી બેસ્ટ છે. કોફી માં રહેલ કૈફીન આપણા શરીર માં રહેલ ચરબી ઘટાડે છે. જે લોકો વજન ઓછુ કરવા માંગે છે તે કોફીની મદદથી વજન ઓછું કરી શકે છે. જલ્દીથી વજન ઓછું કરવું હોય તો ખાંડ વિના બ્લેક કોફી પીવો. કોફી તમારા પેટને અંદર રાખવામાં પણ મદદ કરે છે. પેટ સાફ રહે છે. કોફી એ મૂત્રવર્ધક પીણું છે. ખાંડ વિના બ્લેક કોફી પીવાથી ઝેર અને બેક્ટેરિયા થી શરીર દૂર રહે છે અને પેટ સાફ પણ રહે છે.

Weight Loss માટે Japanese Water Therapy, જાણો કેવી રીતે ઘટાડશે તમારું વજન?

ડાયાબિટીસના દર્દી માટે
કોફી ડાયાબિટીસના દર્દી માટે પણ ખુબજ ફાયદાકારક છે. દિવસ માં ૩ થી ૪ કપ કોફી પીવાથી ડાયાબિટીસનું જોખમ ૫૦ % સુધી ઘટી જાય છે. તેના ઉપયોગથી શરીરમાં પોલિફેનલ બની શકે છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે.

આયુષ્ય વધશે
કોફીના બેથી વધારે કપ તમને લાંબુ જીવન આપી શકે છે. એટલે જો તમે દરરોજ બે કપ કોફી પી રહ્યા છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. જો તમે કોફી દરરોજ પીવો છો અથવા લાંબા સમય થી તેનું સેવન કરી રહ્યા છો તો તમારી ઉંમરમાં ઘણો વધારો થાય છે. હવે જાણીશું કોફી પીવાથી કોને થાય છે નુકસાન

પ્રેગ્નેટ મહિલા
ઘણા લોકોને કોફી પીવાની આદત હોય છે. પણ કોઈ પણ વસ્તુનું સેવન શરીર માટે વધારે પ્રમાણ સારૂ નથી....તેમજ પ્રેગ્નેટ મહિલાઓને ક્યારેય કોફી ન પીવી જોઇએ, તેમના માટે તે હાનિકારક સાબિત થઇ શકે છે. કોફીના વધારે પડતા સેવન થી ગર્ભપાત, નવજાત બાળકનું વજન ઓછુ થવું તેવા પ્રોબ્લેમ ઉભા થાય છે. કોફીમાં કૈફીન નામનું દ્રવ્ય રહેલું હોય છે. જેનું વધારે પડતું સેવન શરીરની નસો ને કમજોર કરી નાખે છે. જેના કારણે ગભરાટ,નિરાશા અને ડિપ્રેશન જેવી સમસ્યા પણ ઉત્પન થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More